મીરા-ભાયંદરવાસીઓને ૨૦૨૫ સુધી મળશે વધારાનું પાણી
મુંબઇ: સૂર્યા પ્રાદેશિક પાણી પુરવઠા પ્રકલ્પે ૨.૮૫ મીટર અંતર્ગત વ્યાસ સાથે ૪.૬ કિમી લાંબા તુંગારેશ્ર્વર બોગદાનું કામ પૂર્ણ કરીને એક મહત્ત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે. આ બોગદાં દ્વારા પાણી એમબીઆરમાં વાળીને તેમાંથી દરરોજ આશરે ૨૧.૮ કરોડ લિટર પાણીપુરવઠો મીરા- ભાયંદર મહાપાલિકાને કરાશે. આ કામ શરૂ કરવા ઈનલેટ અને આઉટલેટમાં ૧૦ મીટર વ્યાસના બે શાફ્ટ બાંધીને આધુનિક ટનલ બોરિંગ મશીન વાપરીને ટનલિંગ કરાયું છે. આ યોજના બે તબક્કામાં પ્રગતિને પંથે હોઈ તેમાં કુલ ચાર બોગદાં છે. એક બોગદું પ્રથમ તબક્કામાં અને ત્રણ બોગદાં બીજા તબક્કામાં છે. મેંઢવણખીંડ ખાતે પ્રથમ તબક્કાનું બોગદું હવે પાણીપુરવઠા માટે તૈયાર છે. આ સંપૂર્ણ યોજના પીએલસી સ્કાડા ટેકનોલોજીથી કાર્યાન્વિત કરાશે. આ તમામ કામ માટે હજી દોઢ-બે વર્ષ એટલે કે ૨૦૨૫ સુધી કામ પૂરું થશે.
એમએમઆરડીએની આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં તુંગારેશ્ર્વર બોગદાનાં કામ માટે વ્યાપક ભૂ-ટેક્નિકલ અને સર્વસમાવેશક અભ્યાસ કરાયો અને તે પછી ટનલિંગ કરવા સર્વ જરૂરી બાબતોની આપૂર્તિ થયા પછી આ બોગદાનાં કામની શરૂઆત કરાઈ હતી. આ ભાગની ભૌગોલિક પરિસ્થિતિની ઊંડા માહિતી મેળવવા બોરવેલનું ડ્રિલિંગ જમીનના પૃષ્ઠભાગથી આશરે ૨૦૦ મીટર ઊંડાણમાં કરાયું હતું. બાંધકામ દરમિયાન અનેક મોટા પડકારો આવ્યા હતા.
આ પ્રદેશની ભૂગર્ભીય પરિસ્થિતિમાં વિલક્ષણ ભિન્નતા દેખાઈ, જેમાં બેસલ્ટ જેવા ખડકનો અવરોધ હતો. કઠણ ખડકોમાં ટનલિંગ કરવું મોટો પડકાર હતો. અમુક ઠેકાણે ડુંગરની ઊંચાઈ આશરે ૧૯૨ મીટર હોવાથી તેની નીચેથી ટનલિંગ કરતી વખતે પરિસ્થિતિ પડકારજનક હતી.
આ માટે ટનલ બોરિંગ મશીન જમીનની નીચે વ્યવસ્થિત પહોંચાડી શકાય તે માટે ૫૫ મીટર ઊંડું ઈનલેટ શાફ્ટ નિર્માણ કરાયું. આ સર્વ પડકારોને માત આપવા ગુણવત્તા અને સુરક્ષા માપદંડોનું સખતાઈથી પાલન કરીને ડ્રિલ બ્લાસ્ટ પદ્ધતિ વપરાઈ. આથી પ્રકલ્પનું કામ અવિરત ચાલુ જ રહ્યું અને ૪.૬ કિમી લાંબા તુંગારેશ્ર્વર બોગદાનું કામ જમીનથી ૫૫ મીટર ઊંડે પૂર્ણ થયું. એમએમઆરડીએની ટીમને મેંઢવણખીંડ ખાતે બોગદાનાં કામનો અનુભવ હોવાથી તુંગારેશ્ર્વર બોગદાનું કામ ૩૦ ટકા વધુ કાર્યક્ષમતાથી પૂર્ણ કરાયું. આ કામ નિશ્ર્ચિત સમયમાં પૂર્ણ કરવા એમએમઆરડીએની ટીમે અખંડ મહેનત કરી. એમએમઆરડીએ મેટ્રોપોલિટન કમિશનર ડો. સંજય મુખરજીએ જણાવ્યું કે અમે મહત્ત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે. હાલમાં પાઈપલાઈનની બોગદાં સાથે સુરક્ષિત રીતે આંતરજોડણી કરવા તૈયારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ઉ