બળાત્કાર ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી: આરોપીને 20 વર્ષની જેલ

થાણે: કલ્યાણ વિસ્તારમાં સગીરા પર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવવા બદલ આરોપીને 20 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ જજ એસ.એમ. ચાંદગડેએ ગુરુવારે આપેલા પોતાના આદેશમાં આરોપી રાહુલ રાજુ જાધવ (33)ને ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવ્યો હતો. આરોપીને કેદ ઉપરાંત એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આપણ વાંચો: પાકિસ્તાની ક્રિકેટરે મૅન્ચેસ્ટરમાં બળાત્કાર કર્યો? પોલીસે સઘન તપાસ શરૂ કરી
સપ્ટેમ્બર, 2019માં સગીરાના સામાન્ય વર્તનમાં બદલાવ જોયા બાદ પરિવારજનો તેને ડોક્ટર પાસે લઇ ગયા હતા, જ્યાં તપાસમાં સગીરા સાત મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે સગીરાની પૂછપરછ કરવામાં આવતાં આરોપી રાહુલ જાધવે તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન માનપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ રાહુલની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)