આમચી મુંબઈ

મહારાષ્ટ્ર ભાજપને રડાવનારા કાંદાનો ભાવ હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે?

લોકસભાની ચૂંટણી બાદ દેશમાં એનડીએ ગઠબંધનની સરકાર બની છે. ભાજપને પોતાના દમ પર ઓછી બેઠકો મળી છે તેની તેને ઘટક પક્ષો સાથે મળીને સરકાર બનાવવી પડી છે. કેન્દ્ર સરકાર કાંદાના મુદ્દાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહી છે, જે લોકસભાની ચૂંટણીમાં મળેલી ઓછી બેઠકોનું કારણ હતું. કાંદા માટે નિર્ણય લેવાની સત્તા અત્યાર સુધી NAFEDઅને NCCF પાસે હતી, પણ હવે દેશનું વાણિજ્ય મંત્રાલય કાંદાના ભાવ નક્કી કરશે, જેને કારણે કાંદાનું ઉત્પાદન કરતા ખેડૂતોને રાહત મળશે અને તેમને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળશે.

અગાઉ NCCF અને NAFED દ્વારા ડુંગળીના ભાવ નક્કી કરવામાં આવતા હતા. જ્યાં સુધી NAFED બજાર સમિતિમાંથી કાંદાની ખરીદી નહીં કરે ત્યાં સુધી વેપારીઓ અને નાફેડ વચ્ચે કોઈ સ્પર્ધા નહીં થાય. ત્યાં સુધી ખેડૂતોને ભાવ નહીં મળે તેવી ખેડુત સમાજમાંથી બુમરાણ ઉઠી રહી છે. દેશમાં દર વર્ષે કાંદાના ભાવનો મુદ્દો ગાજતો રહે છે. કાંદાના ભાવમાં સતત ઉતાર-ચઢાવના કારણે ખેડૂતોને ફટકો પડી રહ્યો છે. ક્યારેક ભાવ આસમાનને આંબી જાય છે તો ક્યારેક બંપર ઉત્પાદનને કારણે ભાવ તળિયે બેસી જાય છે. જ્યારે ડુંગળીના ભાવ વધે છે ત્યારે સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. પરિણામે ડુંગળીના ભાવ ઘટે છે. જેના કારણે ખેડૂતોને ભારે ફટકો પડી રહ્યો છે.

આ વર્ષે કેન્દ્ર સરકારે પાંચ લાખ ટન કાંદા ખરીદવાની જાહેરાત કરી હતી. આ કાંદા NAFED અને NCCF દ્વારા ખરીદવામાં આવે છે. કાંદાના ભાવ NAFED અને NCCF દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કે હવે ગ્રાહક સુરક્ષા મંત્રાલયે કાંદાની કિંમત નક્કી કરવાનો અધિકાર અનામત રાખ્યો છે.

તેથી, NAFED અને NCCF દ્વારા કાંદા ખરીદતી વખતે જે ભાવ દરરોજ જાહેર કરવામાં આવતા હતા તે હવે દર આઠ દિવસે જાહેર કરવામાં આવશે. આ દર દિલ્હીના કન્ઝ્યુમર પ્રોટેક્શન ડિરેક્ટોરેટ દ્વારા નક્કી કરવામાં આવશે. NAFED અને NCCF દ્વારા ખરીદવામાં આવતા કાંદાના દર ઓછા હોવાથી ખેડૂતોએ NAFEDને કાંદા આપવાનું બંધ કરી દીધું છેસઅને માગણી કરી છે કે જો NAFED અને NCCF ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા માંગતા હોય તો તેમને ઓછામાં ઓછા 4000 રૂપિયા ચૂકવવા જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button