આખરે 17માં દિવસે મુખ્ય પ્રધાનની હાજરીમાં મનોજ જરાંગેએ ઉપવાસ આંદોલન પાછું ખેંચ્યું
જાલના: મનોજ જરાંગેએ મરાઠા અનામતની માંગણી સાથે જાલનામાં આવેલ અંતરવાલી સરાટી ગામમાં શરુ કરેલ ઉપવાસ આંદોલન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આશ્વાસન બાદ 17માં દિવસે પાછું ખેંચ્યું છે. આ સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત પ્રધાન મંડળના અનેક પ્રધાનો ઉપસ્થિત હતાં. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હાથે જ્યુસ પી ને મનોજ જરાંગેએ ઉપવાસ આંદોલન પાછું ખેંચ્યું હતું.
અનામતનો પ્રશ્ન હલ કરવા માટે મનોજ જરાંગેએ સરકારને એક મહિનાનો સમય આપ્યો છે. તેથી આ સમય દરમીયાનો પોતે આમરણ ઉપવાસ પણ પાછો ખેચે છે એમ મનોજ જરાંગેએ કહ્યું હતું. જોકે મુખ્ય પ્રધાનના હસ્તે જ પોતે ઉપવાસ આંદલોન પાછું ખેંચશે એવો નિશ્ચય મનોજ જરાંગેએ કર્યો હતો. તેથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અંતરવાલી ગામમાં જવાની ફરજ પડી હતી.
એકનાથ શિંદેએ જરાંગે સાથે ચર્ચા કરી ઉપવાસ આંદોલન પાછું ખેંચવાની વિનંતી કરી હતી. મુખ્ય પ્રધાનની વિનંતીને ધ્યાનમાં રાખી આખરે મનોજ જરાંગે આંદોલન પાછું લેવાનો નિર્ણય લીધો હતો. ભલે ઉપવાસ આંદોલન પાછું ખેંચ્યુ હોય પણ સાંકળ ભૂખ હડતાલ તો શરુ જ રહેશે એવો ખૂલાસો જરાંગેએ પહેલાં જ કર્યો છે.
મુખ્ય પ્રધાનના હાથે જ ઉપવાસ આંદોલન પાછું ખેંચાશે તેવો નિર્ણય જરાંગેએ લીધો હતો. તેથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બુધવારે સાંજે પાંચ વાગે અંતરવાલી સરાટી ગામમાં જવાના હતાં. આ બાબતની તમામ તૈયારીઓ પણ થઇ ગઇ હતી. જોકે છેલ્લી ઘડીએ મુખ્ય પ્રધાને અંતરવાલી જવાનો નિર્ણય રદ કર્યો હતો. ઉપરાંત પત્રકાર પરિષદ યોજીને તેમના જરાંગે સાથે ચર્ચા ચાલી રહી હોવાની જાણકારી આપી હતી. જોકે અચાનક રદ થયેલ આ પ્રવાસને કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ તર્ક વિતર્ક થવા લાગ્યા હતાં. આખરે ગુરુવારે મુખ્ય પ્રધાનની હાજરીમાં જ મનોજ જરાંગેએ ઉપવાસ આંદોલન પાછું ખેંચ્યું હતું.