આઈપીએસ અંજના કૃષ્ણાના સમર્થનમાં દૂધનો અભિષેક: 10 લોકો સામે ગુનો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

આઈપીએસ અંજના કૃષ્ણાના સમર્થનમાં દૂધનો અભિષેક: 10 લોકો સામે ગુનો

સોલાપુર: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ફોન પર ઓર્ડર આપ્યા છતાં કાર્યવાહીથી પાછળ ન હટનારા આઈપીએસ અંજના કૃષ્ણા હાલમાં ચર્ચામાં છે. આ બાબત હાલમાં રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને અજિત પવારની ટીકા થઈ રહી છે ત્યારે અંજના કૃષ્ણની તરફેણમાં આંદોલન કરવાનું લોકોને ભારે પડ્યું છે.

જનશક્તિ શેતકરી સંગઠને આ મહિલા અધિકારીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ અંજના કૃષ્ણાની છબીને દૂધથી અભિષેક કરીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો. આ પછી, પોલીસે હવે આની ગંભીર નોંધ લીધી છે. સીધા 10 લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. આનાથી હાલમાં સોલાપુરમાં ખળભળાટ મચી ગયો છે.

કરમાળાના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અંજના કૃષ્ણા તેમના બોલ્ડ પગલાં માટે જાણીતા છે. આ વખતે પણ તેમણે ગેરકાયદેસર મુરુમ (માટી) ખાણકામના કેસમાં હિંમતભેર પગલાં લેવાનું પગલું ભર્યું હતું. કરમાળામાં કમલા ભવાની મંદિરની સામે, જનશક્તિ શેતકરી સંગઠન અંજના કૃષ્ણાના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યું હતું.

સંગઠનના નેતા અતુલ ખુસે અને તેમના કાર્યકરોએ આ મહિલા અધિકારીના સમર્થનમાં તેમની છબી પર દૂધ અભિષેક કર્યો. પરંતુ હવે આને કારણે વાતાવરણ ખૂબ ગરમાયું છે. આ કેસમાં અતુલ ખુસે સહિત 10 કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કરમાળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો…એનસીપી નેતા અમોલ મિટકરીએ આઈપીએસ અંજના કૃષ્ણાના દસ્તાવેજોની ચકાસણીની માંગ કરી

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button