આમચી મુંબઈટોપ ન્યૂઝ

દક્ષિણ મુંબઈથી ભાજપના આ કેન્દ્રીય પ્રધાન લડશે લોકસભાની ચૂંટણી? મિલિન્દના ભાગે શું આવશે?

મુંબઈઃ આજથી મોદી સરકારનું બીજી ટર્મનું છેલ્લું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. દિલ્હીમાં રાજકીય ગરમાગરમી થવાની સંભાવના છે, પરંતુ લોકસભાની આવનારી ચૂંટણીને લીધે દરેક રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મુંબઈમાં પણ છ લોકસભા બેઠક છે અને બન્ને મહાયુતિ અને મહાઅઘાડી પાસે મોટી સંખ્યામાં દાવેદારો છે.

તાજેતરમાં જ જે બેઠક ચર્ચમાં હતી તે દક્ષિણ મુંબઈની બેઠકના ઉમેદવાર બિનસત્તાવાર રીતે નક્કી થઈ ગયાના અહેવાલોએ ફરી ગરમાવો લાવ્યો છે. આ બેઠક પર કૉંગ્રેસના સંભવિત ઉમેદવાર મિલિન્દ દેવરાએ થોડા દિવસો પહેલા જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો છે. આ પ્રવેશ પાછળનું મુખ્ય કારણ તેમનો ગઢ ગણાતી દક્ષિણ મુંબઈની બેઠક જ માનવામાં આવે છે. આ બેઠક પર બે ટર્મથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત વિજયી થયા છે. આ બન્ને સમયે શિવસેના ભાજપ સાથે યુતિમાં હતી.

હવે જ્યારે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-શિવસેના-યુબીટી અને એનસીપી વચ્ચે બેઠકોની વહેંચણી થવાની છે ત્યારે આ બેઠક માટે શિવસેનાનો આગ્રહ મિલિન્દને માફક ન આવતા તેણે કૉંગ્રેસ સાથેના 55 વર્ષના જોડાણનો અંત આણ્યાનું માનવામાં આવે છે. જોકે આમ કર્યા પછી પણ મિલિન્દના હાથમાં આ બેઠક ન આવ્યાના પૂરા સંક્તો મળી રહ્યા છે.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠક પરથી ભાજપે કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને લડવાનો આદેશ આપ્યો છે. ભાજપે આ વખતે ઘણા રાજ્યસભાના સાંસદોને લોકસભાની ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.

ગોયલ તેમાંના એક માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર ગોયલે એક દિવસ અગાઉ ભાજપના મુંબઈ એકમના પદાધિકારીઓની બેઠક પર બોલાવી હતી અને આ કામે લાગવા જણાવ્યું હતું. બીજી બાજુ લોકસભાની બદલે મિલિન્દને રાજ્યસભાની બેઠક મળવાની શક્યતાઓ છે. મહારાષ્ટ્રમાંથી છ રાજ્યસભા સાંસદનો કાર્યકાળ પૂરો થાય છે, જેમાંથી ત્રણ ભાજપના છે અને તેની ચૂંટણી 27 ફેબ્રુઆરીના રોજ છે.

મહારાષ્ટ્રમાં શિંદેસેના-ભાજપ અને અજીત પવારની એનસીપી વચ્ચે બેઠકોની વહેંચણી થશે. એનસીપી મુંબઈમાં ખાસ દબદબો ધરાવતી ન હોય, અજિત પવારનો આગ્રહ મુંબઈની બેઠકો માટે ન હોઈ શકે જ્યારે શિંદે સેના થાણે સહિતની બેઠકોની આગ્રહી હોય તેમ બની શકે. જોકે મુંબઈની છ બઠકોની વહેંચણી તમામ પક્ષો માટો પડકાર છે ત્યારે એક બેઠક પર ભાજપે પોતાનો ઉમેદવાર નક્કી કરી દીધાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપમાં આ બેઠક માટે અગાઉ વિધાનસભ્ય મંગળ પ્રભાત લોઢા અને રાહુલ નાર્વેકરના નામ ચર્ચામાં હતા, પરંતુ મૂળ મુંબઈના જ પિયૂષ ગોયલના ભાગે આ બેઠક આવી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?