મુંબઈના દરિયા કિનારે ઘર લેવાનું તમારું સપનું પૂરું કરશે મ્હાડા જો…

મુંબઈઃ એક મોટો વર્ગ છે જે મુંબઈમાં માત્ર એક ઓરડી જે અહીં ખોલી કહેવાય છે તે લેવાના સપના જોતો હોય છે, પરંતુ એક વર્ઘ એવો છે કે તેમની પાસે નાનું-મોટું ઘર તો છે, પરંતુ તેમને પૉશ એરિયામાં ઘર લેવું હોય છે. દરિયા કિનારે ઘર હોવું તે લાખોનું સપનું હશે, પરંતુ વરલી, જૂહુ, વર્સોવા કે હવે માલડ માર્વે રોડ પર પણ દરિયા કિનારે ઘર લેવું અપડ મિડલ ક્લાસ માટે પણ શક્ય નથી, જોકે હવે સરકાર તમારું આ સપનું પૂરું કરવાનો તમને એક મોકો આપી શકે છે.
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે મ્હાડા જુહુ વિસ્તારમાં એક મોટી આવાસ યોજના લાગુ કરવાનો વિચાર કરી રહી છે. મ્હાડાએ ડેવલપર પાસેથી આઠ એકરનો પ્લોટ લઈ લીધો છે. અહીં સામાન્ય લોકો માટે ઘર મ્હાડા બનાવે તેવી સંભાવના છે. જોકે મ્હાડાના ઘર પણ કેટલા રસ્તા કે મોંઘા બનશે તે આવનારા સમયમાં ખબર પડશે.
જુહુ જેવા પૉશ વિસ્તારમાં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) ની માલિકીનો આઠ એકરનો પ્લોટ એક ડેવલપરે ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાના નામે હડપ કરી લીધો હતો અને કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો. પરંતુ હવે આ પ્લોટ અને મ્હાડાએ કબજે કરી લીધો છે. આ પ્લોટ પર સામાન્ય લોકો માટે આવાસ યોજના લાગુ કરવામાં આવશે. બિલ્ડીંગની ઉંચાઈ પર પ્રતિબંધ હોવાથી આ પ્લોટ પર રો-હાઉસ બનાવી શકાય કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
Also read:Mhada ગોરેગાંવમાં વધુ અઢી હજાર મકાનો બાંધશે
એક અહેવાલ અનુસાર 1996માં, મ્હાડાએ આ પ્લોટ પર લોકનાયક નગર, શિવાજી નગર અને ન્યૂ કપાસવાડી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ઝોપુ સ્કીમ માટે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ આપ્યું હતું, પરંતુ સમય જતા એ વાત બહાર અવી હતી કે આ પ્લોટની આઠ એકર જમીન બિલ્ડરે ખોટી રીતે પડાવી લીધી હતી. ત્યારબાદ મ્હાડાએ જરૂરી કાર્યવાહી કરી હવે આ પ્લોટનો કબજો લઈ તેના પરના તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરી દીધા હોવૈાનું જાણવા મળ્યું છે.
આ પ્લોટ પ્રતિબંધને કારણે માત્ર 15 મીટરની ઊંચાઈની મર્યાદા છે. આથી અહીં ફ્લેટ્સ નહીં પણ રૉ હાઉસ બનાવી શકાય કે નહીં તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે મ્હાડાના અધિકારીઓ સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.
હવે મ્હાડા વિચાર કરે ત્યાં સુધીમાં તમે વિચાર કરી લો કે જૂહુમાં રો હાઉસ લેવાના નાણા તમારી પાસે છે કે નહીં, કારણ કે ભલે મ્હાડા આ ઘર બનાવે, ભાવ તો ભારેખમ હોવાના જ.