આમચી મુંબઈ

માસ્ટર લિસ્ટ પરના પાત્ર ભાડૂતોના વારસોને ફ્લેટનો શરતી તાબો મળશે: મ્હાડાનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મ્હાડા મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિકન્સ્ટ્રક્શન બોર્ડે માસ્ટર લિસ્ટ પર રહેલા પાત્ર ઉમેદવારોના વારસદારો અથવા નજીકના સંબંધીને ફ્લેટનો શરતી કબજો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયની જાહેરાત મ્હાડાના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજીવ જયસ્વાલે તાજેતરમાં મ્હાડાના મુખ્યાલયમાં યોજાયેલી બેઠકમાં કરી હતી. આ નિર્ણયથી જોખમી ઈમારતમાં અથવા તો તોડી પાડવામાં આવેલી ઈમારતોમાં રહેતા અને જેમના ભાડૂઆતો અને રહેવાસીઓનાં સપનાં તોડી પાડવામાં આવેલી ઇમારતોના રખડી પડેલા પુનર્વિકાસને કારણે પૂર્ણ થયા નથી અને સંક્રમણ શિબિરમાં રહેવું પડે છે તેમને ફાયદો થશે.

મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિકન્સ્ટ્રક્શન બોર્ડે 28 ડિસેમ્બર, 2023ના રોજ જૂની સેસ્ડ ઇમારતોમાં વેચાણ માટે 265 પાત્ર ફ્લેટની માસ્ટર લિસ્ટ જારી કરી હતી, પરંતુ ભાડૂઆતો/રહેવાસીઓને ફ્લેટ ફાળવવા માટે ગ્રાન્ટ પત્રો જારી કર્યા પછી, ઘણા કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું કે મૂળ ભાડૂઆતો અથવા રહેવાસીઓ મૃત્યુ પામ્યા છે. આવા કિસ્સાઓમાં મૂળ માલિક/નિવાસીનાં પત્ની અને બાળકો એક અથવા વધુ વારસદારો હોવાથી અદાલતમાંથી વારસ પ્રમાણપત્ર મેળવવાની શરત રાખવામાં આવી હતી. કોર્ટમાંથી વારસ પ્રમાણપત્ર મેળવવા માટે છથી નવ મહિનાનો સમય લાગે છે અને તેને કારણે ગાળાનું વિતરણ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો: હાઈફાઈ ઘરો બાંધવાની હોંશ વિસારે પાડીને મ્હાડા હવે ફરીથી પરવડે તેવા ઘરો બાંધશે…

આ બાબતે યોજાયેલી ખાસ બેઠકમાં, જયસ્વાલે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો કે ખાતરી કરવામાં આવે કે માલિકની માસ્ટર લિસ્ટમાં રહેલા રહેવાસીના નજીકના વારસદાર (પુત્ર, પુત્રી, માતાપિતા, ભાઈ-બહેન અથવા પત્ની) હોય તો અન્ય સંબંધીઓ અથવા અધિકારીઓ પાસેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ મેળવ્યા પછી તેમને ઘરનો શરતી કબજો આપી શકાય.

તેમણે વધુમાં નિર્દેશ આપ્યો કે પાવર ઓફ એટર્ની જારી કર્યાની તારીખથી છ મહિનાની અંદર સક્ષમ કોર્ટ તરફથી વારસાનું પ્રમાણપત્ર જારી કરવું ફરજિયાત રહેશે.

જયસ્વાલે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા વારસા પ્રમાણપત્ર જારી ન થાય ત્યાં સુધી તે ફ્લેટની ખરીદી અને વેચાણ અથવા અન્ય કોઈ તૃતીય પક્ષનો અધિકાર બનાવી શકાતો નથી. આ નિર્ણયથી નાગરિકોને આવાસ મેળવવાનું સરળ બનશે અને વિતરણ પ્રક્રિયા ઝડપી બનશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button