મ્હાડા સહિત સાર્વજનિક શૌચાલયો થશે ચકાચક અને દુર્ગંધમુક્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મ્હાડા સહિત અન્ય ૪,૩૦૯ શૌચાલયોના સમારકામ તેમ જ તેમાં સુધારણ કર્યા બાદ હવે તેની દેખરેખની જવાબદારી માટે પાલિકા દ્વારા બિનસરકારી સંસ્થાની નિમણૂક કરવામાં આવવાની છે.
તે માટે લગભગ ૧,૭૦૦ સંસ્થાની નિમણૂક કરવામાં આવવાની હોઈ સ્થાનિક સ્તરે મ્હાડા સહિત અન્ય સંસ્થાના તાબામાં રહેલાં શૌચાલયો પણ સ્વચ્છ અને દુર્ગંધમુક્ત થવાના છે.
આપણ વાચો: સાર્વજનિક શૌચાલયોની દિવસમાં પાંચ વખત સફાઈ કરવાનો આદેશ
મુંબઈની ઝૂંપડપટ્ટીમાં આરસીસી પદ્ધતિના સિંગલ, ગ્રાઉન્ડ પ્લસ એક માળ, ગ્રાઉન્ડ પ્લસ બે માળના એવા કમ્યુનિટી શૌચાલયો ઊભા કરવામાં આવી રહ્યા છે. જુદા જુદા કૉન્ટ્રેક્ટરો દ્વારા ફેઝ વનથી ફેઝ ૧૧માં ૧,૭૪૫ કમ્યુનિટી શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. આ શૌચાલયની દેખરેખ માટે બિનસરકારી સંસ્થાની નિમણૂક કરવામાં આવી રહી છે.
સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઈન મુજબ મ્હાડા અને અન્ય કમ્યુનિટી શૌચાલય માટે વસતી સ્તરે બિનસરકારી સંસ્થાની નિમણૂક કરવાનો કરાર કરવામાં આવ્યો છે. તેમ જ મ્હાડાના તથા અન્ય શૌચાલય જે પાલિકાને હસ્તાંતર થયાં છે.
મુંબઈમાં મ્હાડાના ૩,૮૦૯, ૪૭૯ અન્ય સાર્વજનિક શૌચાલયો અને કુલ ૪,૩૦૯ શૌચાલયો હોઈ તેને એકત્ર કરીને તેની દેખરેખ માટે સંસ્થાની નિમણૂક કરવામાં આવવાની છે. તે માટે પાલિકા લગભગ ૨૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.



