મુંબઈમાં ઘર લેનારા માટે મહત્ત્વના સમાચાર, દિવાળી પૂર્વે મ્હાડાની લોટરી થશે જાહેરાત…

મુંબઈ: ઘર લેનારા ઇચ્છુકો માટે સારા સમાચાર છે કે મુંબઈ માટે જલદીથી મ્હાડા ઘરોની લોટરી નીકળવાની છે. આ લોટરી દિવાળી પહેલા કાઢવામાં આવશે. મ્હાડાના નાયબ અધ્યક્ષ સંજીવ જયસ્વાલે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપી હતી. મુંબઈમાં અંદાજે ૫,૦૦૦ ઘરની લોટરી કાઢવામાં આવશે. સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં લોટરી કાઢવામાં આવે એવી શક્યતા છે.
નુકસાન થાય નહીં તેના અભ્યાસ માટે સમિતિની રચના
જેઓને મુંબઈમાં ઘર લેવું શક્ય નથી તેઓને ઓછી કિંમતના મ્હાડાના ઘર રાહત આપે છે. ઘરોની કિંમત નક્કી કરવા માટે સમિતિની રચના પણ કરાઇ છે. લોકોને સસ્તામાં ઘર પણ મળે અને મ્હાડાને પણ નુકસાન ન થાય તેનો અભ્યાસ સમિતિ દ્વારા કરવામાં આવશે. આ સમિતિ દ્વારા આગામી ત્રણ મહિનામાં તેમનો અહેવાલ સોંપવામાં આવશે અને ત્યાર બાદ તે પ્રશાસન પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઈડબ્લ્યુએસ-એલએસજી પાસેથી શૂન્ય ટકા નફો લેવાય છે
ઇકોનોમિકલી વીકર સેકશન (ઇડબ્લ્યુએસ) અને લૉઅર ઇન્કર ગ્રુપ (એલઆઇજી) પાસેથી શૂન્ય ટકા નફો લેવામાં આવે છે. મિડિયમ ઇન્કમ ગ્રુપ (એમઆઇજી) પાસેથી દસ ટકા જ્યારે હાઇ ઇન્કમ ગ્રુપ (એચઆઇજી) પાસેથી ૧૫ ટકા નફો લેવામાં આવે છે. મ્હાડાએ કોઇ જમીન દસ-બાર વર્ષ પહેલા લીધો હશે અને તેની સુરક્ષા માટે મોટો ખર્ચ કર્યો હશે તો તેનો ખર્ચ પણ આ ઘરોની કિંમતમાં સમાવેશ કરવામાં આવે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આપણ વાંચો : મુંબઈના દરિયા કિનારે ઘર લેવાનું તમારું સપનું પૂરું કરશે મ્હાડા જો…