આમચી મુંબઈ

MHADA Lottery: મ્હાડાના એક ફ્લેટ માટે કેટલા અરજદારે કરી અરજી?

મુંબઈ: મ્હાડા (Mumbai Housing and Area Development Board)ના ૨,૦૩૦ ઘરની લોટરીને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ૧,૩૪,૩૫૦ લોકોએ આ ઘર માટે અરજી કરી છે, જ્યારે ૧,૧૩,૮૧૧ અરજદારે ડિપોઝિટની રકમ ભરીને લોટરીમાં પોતાનો સહભાગ નિશ્ર્ચિત કર્યો છે. મ્હાડાને આ ડિપોઝિટમાંથી રૂ. ૫૩૦ કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે એક ઘર પાછળ અંદાજે ૫૬ અરજી આવી હોવાનું જણાઇ રહ્યું છે.

આ પણ વાંચો : સસ્તાંને બદલે થયું મોંઘુ! મ્હાડાના ઘરોની કિંમત ઘટવાને બદલે વધી…

કુર્લા: ૧૪ ફ્લેટ માટે ૪૦૨૬ અરજી મળી, ૩૧૨૪ ડિપોઝિટ પ્રાપ્ત.
ઓશિવરા: એક ફ્લેટ માટે ૭૬૫ અરજી, ૫૪૬ ડિપોઝિટ પ્રાપ્ત.
ગોરેગામ: સિદ્ધાર્થનગર ગોરેગામના બે ફ્લેટ માટે ૭૪૯ અરજી, ૬૦૨ ડિપોઝિટ પ્રાપ્ત.
વિક્રોલી: ક્ધનમવાર નગર, વિક્રોલીમાં બે ફ્લેટ માટે ૬૨૦ અરજી, ૪૪૬ ડિપોઝિટ પ્રાપ્ત.
ભુલેશ્વર: વેલકર સ્ટ્રીટના એક ફ્લેટ માટે ૫૩૩ અરજી, ૪૨૨ ડિપોઝિટ પ્રાપ્ત.
દિંડોશી: શિવધામ જૂની દિંડોશી, મ્હાડા કોલોની, મલાડના એક ફ્લેટ માટે ૪૧૯ અરજી, ૨૯૧ ડિપોઝિટ પ્રાપ્ત.
જૂની દિંડોશી: શિવધામ જૂની દિંડોશી, મ્હાડા કોલોની, મલાડના ૪૫ ફ્લેટ માટે ૧૧,૨૮૦ અરજી, ૯,૫૧૯ ડિપોઝિટ પ્રાપ્ત.
મ્હાડાના કુલ ઘરમાંથી ઉક્ત ઘરોની માગણી વધુ છે. લૉટરીનું વિભાજન ત્રણ ગ્રુપમાં કરવામાં આવ્યું છે જેમાં અંડર ક્ધસ્ટ્રકશન ગ્રુપમાં ૧,૩૨૭ ફ્લેટ છે.
ઇકોનોમિક વીકર સેકશન (EWS): ૩૫૧ ફ્લેટ માટે ૫૦,૯૯૩ અરજી, ૪૭,૧૩૪ ડિપોઝિટ પ્રાપ્ત.
લૉઅર ઇન્કમ ગ્રુપ (LIG): ૬૨૭ ફ્લેટ માટે ૬૧,૫૭૧ અરજી, ૪૮,૭૬૨ ડિપોઝિટ મળી.
મિડલ ઇન્કમ ગ્રુપ (MIG): ૭૬૮ ફ્લેટ માટે ૧૪,૨૯૩ અરજી, ૧૧,૪૬૧ ડિપોઝિટ પ્રાપ્ત.
હાયર ઇન્કમ ગ્રુપ (HIG): ૨૭૬ ફ્લેટ માટે ૭,૪૯૩ અરજી, ૬૪૫૪ ડિપોઝિટ પ્રાપ્ત

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…