આમચી મુંબઈ

સમૃદ્ધિ હાઈવેને અડીને નવા નગરમાં મ્હાડાના ઘરો?

પેન્ડિંગ રહેલા લોન સામે જગ્યા આપવાનો એમએસઆરડીસીને પ્રસ્તાવ

મુંબઈ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે માટે મ્હાડા ઓથોરિટીએ એમએસઆરડીસીને એક હજાર કરોડ રૂપિયાની લોન આપી હતી. આ પેન્ડિંગ લોનની સામે હાઈવેને અડીને જગ્યા આપવી એવો પ્રસ્તાવ એમએસઆરડીસીને મોકલવામાં આવ્યો છે. પ્રસ્તાવ મંજૂર થઇ જશે તો ભવિષ્યમાં સમૃદ્ધિને અડીને મ્હાડાનો હાઉસિંગ પ્રોજેક્ટ બનાવીને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઇ શકશે.
સમૃદ્ધિ હાઈવે માટે એમએસઆરડીસીએ વિવિધ સરકારી એજન્સી પાસેથી લોન લીધી હતી. આમાં મ્હાડાએ એક હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. હાઈવેના ૬૦૦ કિમીનો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો હોઇ નજીકના સમયમાં જ સમૃદ્ધિ હાઈવે શરૂ થવાનો છે. આને કારણે લોનની ચુકવણી કરવામાં આવે એ માટે મ્હાડાએ સતત ફોલોઅપ કર્યું હતું. ત્યાર બાદ લોનનું રૂપાંતર ઉપલબ્ધ કરાવી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. આને કારણે મ્હાડાને લાભ મળવાનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. જોકે લાભ મેળવતાં પહેલાં સમૃદ્ધિને અડીને નવું નગર બનાવવા માટે જમીન મેળવવામાં આવે એવી માગણી મ્હાડાએ કરી છે. આ અંગેનો પ્રસ્તાવ ૧લી નવેમ્બરથી એમએસઆરડીસીને મોકલવામાં આવ્યો હોવાની માહિતી મ્હાડાના અધિકારીએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button