મેટ્રો7A: અંડરગ્રાઉન્ડ ટનલના કામકાજ માટે લેવામાં આવ્યો આ નિર્ણય
મુંબઈ: મુંબઈગરાઓની સેવામાં વધુ એક મેટ્રો લાઇન સામેલ કરવા માટે પ્રશાસન તૈયારી કરી રહ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા હાથ ધરવામાં આવેલા અંધેરીથી ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીના મેટ્રો સેવનએ રૂટ પ્રોજેકટના બીજી અંડરગ્રાઉન્ડ ટનલનું બાંધકામ કામ શરૂ થઈ ગયું છે.
મેટ્રો 7 રૂટને દહિસરથી ગુંદવલી અંધેરી પૂર્વ સુધી હાલમાં ચલાવવામાં આવી રહી છે, પણ આ મેટ્રો 7 રૂટમાં મેટ્રો 7એ રૂટ જોડીને અંધેરી પૂર્વથી લઈને ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી લંબાવવામાં આવી રહ્યો છે.
આ 3.442 કિલોમીટરના લાંબા રૂટમાં 2.49 કિલોમીટર ડબલ સબ-વે (ટનલ)નું કામ પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું. ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) વડે આ કામકાજ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેકટના પહેલા ટનલનું કામ પૂરું થઈ ગયું છે. 60 ટીબીએમ મશીનની મદદથી ભૂગર્ભમાં મેટ્રો માટે ટનલ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.
પ્રસ્તાવિત પ્રોજેકટ માટે ટનલ બનાવવાના પહેલા તબક્કાનું કામ એક મહિનામાં પૂરું કરવામાં આવશે. મે 2024 સુધીમાં આ બંને ટનલનું કામકાજ પૂર્ણ થશે એવી આશા છે. આ મેટ્રો રૂટનું કામ પૂરું થયા બદ અંધેરીથી ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીનો સફર ઓછા સમયમાં પૂરો થશે.
મેટ્રો 7એને લીધે પશ્ચિમ એક્સપ્રેસવે પર થતા ટ્રાફિકને પણ દૂર કરવામાં મદદ મળશે. આ મેટ્રો 7એ રૂટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણકે આ પ્રોજેકટને આગળ જતાં મુંબઈના કોઈ પણ સ્થળેથી ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી પહોંચવાનો માર્ગ સરળ બનશે.
આ કામને સરળ બનનવા મેટ્રો 7એ રૂટને ઉત્તન-ભાયંદર-મીરારોડથી દહિસર મેટ્રો 9, દહિસરથી ગુંદવલી મેટ્રો 7, કોલાબા-બાંદ્રે-સીપાઝ મેટ્રો થ્રીના માર્ગ અને સ્ટેશનો સાથે જોડવામાં આવશે, તેથી કોલાબા ઉત્તનથી પણ એરપોર્ટ જતાં પ્રવાસીઓ માટે સરળ માર્ગ બનશે.