Good News: મેટ્રો-૩થી ઍરપોર્ટના T-2 સુધી પહોંચવા માટે વૉક-વે બનાવાશે
મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-થ્રીના આરે-બીકેસી અંડરગ્રાઉન્ટ મેટ્રોથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનશનલ ઍરપોર્ટના ટર્મિનલ-ટુ (T-2) મેટ્રો સ્ટેશનથી મોટી બેગ લઇને એરપોર્ટ સુધી પહોંચાવામાં પ્રવાસીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, તેમાંય વળી આટલું અંતર કાપવામાં પ્રવાસીઓને ૧૫ મિનિટનો સમય લાગી રહ્યો છે.
હાલમાં મેટ્રો-૭એનું કામ ચાલી રહ્યું હોવાને કારણે અન્ય સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ હવે ટૂંક સમયમાં એરપોર્ટ સુધી જનારા પ્રવાસીઓની અસુવિધા દૂર થવાની છે. હવે ટી-૨થી એરપોર્ટ સુધી જવા માટે હંગામી ધોરણે સ્ટીલનો વૉકવે બાંધવામાં આવનાર છે.
તાજેતરમાં એમએમઆરસી, એમએમઆરડીએ, મહા મુંબઈ મેટ્રો ઓપરેશન્સ કોર્પોરેશન લિ. (એમએમએમઓસીએલ) અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (એમઆઇએએલ) દ્વારા આ સાઇટની સમીક્ષા કરાઇ હતી અને ત્યારે આ વૉકવે બાંધવાનો નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચો : ફડણવીસને સિરે તાજ સજશે કે ભાજપ આપશે સરપ્રાઈઝ? મુંબઈથી દિલ્હી સુધી હલચલ તેજ
આ પ્રકલ્પની જવાબદારી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને સોંપવામાં આવી છે. મેટ્રો-થ્રીની આરે-બીકેસીની લાઇન-૭ ઓક્ટોબરથી સેવામાં દાખલ થઇ ગઇ છે, પણ આ માર્ગને હજી સારો પ્રતિસાદ મળી રહ્યો નથી.
ઘણા મેટ્રો સ્ટેશન પર વૉકવે, બેસ્ટ બસ સ્ટોપ, રિક્ષા-ટેક્સી સ્ટેન્ડ એમ કોઇ પણ પ્રવાસની સુવિધા હજી ઉપલબ્ધ નતી. તેથી પ્રવાસીઓૉનો મેટ્રો-થ્રીને પ્રતિસાદ મળી રહ્યો નથી. તેમ છતાં હવે એમએમઆરસીએએ મેટ્રો સ્ટેશનથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે. જેવીએલઆર બહાર બેસ્ટનું બસસ્ટોપ છે.