આમચી મુંબઈમહારાષ્ટ્ર

Good News: જગન્નાથ શંકરશેટનું નામ અપાશે મેટ્રો-૩ના સ્ટેશનને…

મુંબઈ: સમાજ સુધારક અને શિલ્પકાર જગન્નાથ શેટનું નામ સ્ટેશનને આપીને તેમનું સન્માન કરવાનું મેટ્રોએ નક્કી કર્યું છે. અંડર ગ્રાઉન્ડ મેટ્રો-૩ માર્ગના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને નાના શંકર નામ આપવાનું જાહેરનામું કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Coldplay Concert માટે આટલો ક્રેઝ! ફેન્સ નવી મુંબઈમાં હોટેલ રૂમ માટે લાખો ચૂકવી રહ્યા છે

ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી છે એ મેટ્રો-૩ શરૂ થવાની આરે છે. મેટ્રો-૩ માર્ગના આરેથી બીકેસી સુધીના પ્રથમ તબક્કામાં ૧૦ સ્ટેશન હશે. આ માર્ગના બીજા તબક્કામાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનનું નામ બદલીને તેને ‘જગન્નાથ શંકરશેટ મેટ્રો સ્ટેશન’ નામ આપવાની માગણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી જે કેન્દ્ર સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી છે.

મેટ્રો-૩ માર્ગના પ્રથમ તબક્કામાં એરપોર્ટના બે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે જેના નામ ‘ઇન્ટરનેશનલ એરપોર્ટ’ અને ‘ડોમેસ્ટિક એરપોર્ટ’ હતા, હવે આ સ્ટેશનનો નામ બદલીને ‘છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટી-૧’ અને ‘છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટી-૨’ હશે. આ અંગેની વિનંતી પણ રાજ્ય સરકારે કેન્દ્ર પાસે કરી હતી.

મેટ્રો-૩નું કામ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સંયુક્ત રીતે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિ. (એમએમઆરસીએલ) કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોઇ ‘જાયકા’ પાસેથી મળેલી આર્થિક સહાય પણ કેન્દ્ર સરકારમા મારફતે જ મળી રહી છે. તેથી મેટ્રો સ્ટેશનના નામ બદલી કરવા માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવાનું જરૂરી હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button