આમચી મુંબઈમહારાષ્ટ્ર

પેસેન્જર્સે મેટ્રો-3 ને નકારી કાઢી! ઉતારુઓની સંખ્યામાં થયો ઘટાડો…

મુંબઇઃ મુંબઇગરાઓએ કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-3 રૂટના આરેથી બીકેસી સુધીના શરૂ થયેલા માર્ગને મોળો પ્રતિસાદ આપ્યો છે. આ રૂટને સેવામાં મૂક્યા બાદ આરૂટ પર પ્રવાસીઓનો ખાસ કોઇ પ્રતિસાદ મળ્યો નથી અને હવે આ રૂટ પરના દૈનિક મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સેવાના બીજા જ મહિનામાં કુલ મુસાફરોની સંખ્યામાં 68,896નો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : કલ્યાણ-ડોમ્બીવલીમાં 58 ગેરકાયદે ઈમારતો તોડી પાડવા પાલિકાની ઝુંબેશ

આ રૂટ શરૂ થઇ ત્યારથી કુલ 13,480 ટ્રીપ કરવામાં આવી છે. આ રૂટ પર કુલ 11,97,522 લોકોએ મુસાફરી કરી હતી. આ સંખ્યા ઘણી ઓછી છે. પહેલા મહિનામાં આ રૂટ પર કુલ 6,33,209 લોકોએ મુસાફરી કરી હતી અને બીજા મહિનામાં આ સંખ્યા ઘટીને 5,64,313 થઇ ગઇ છે.

મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) 33.5 કિ.મી.ની અંડર ગ્રાઉન્ડ મેટ્રોનું નિર્માણ કરી રહી છે. આ રૂટનો પહેલો તબક્કો એટલે કે આરેથી બીકેસી સુધીનો 12,5 કિમીનો માર્ગ 7 ઑક્ટોબરે સેવામાં મૂકવામાં આવ્યો હતો. MMRCને અપેક્ષા હતી કે તેને બહોળો પ્રતિસાદ મળશે, પણ આ રૂટને ઘણો જ ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ રૂટ પર રોજ લગભગ સાડા ચાર લાખ લોકો મુસાફરી કરે તેવી અપેક્ષા હતી, પણ 7 ઑક્ટોબરથી 7 નવેમ્બર સુધીના ગાળામાં દૈનિક સરેરાશ 21,106 લોકોએ જ મુસાફરી કરી હતી. 7 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધીના બીજા મહિનાના સમયગાળામાં દૈનિક મુસાફરોની સરેરાશ સંખ્યા 18,203 જ હતી, જે દર્શાવે છે કે બીજા મહિનામાં દૈનિક મુસાફરોની સંખ્યામાં 2,903નો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા:મીરારોડની હિંસા માટે પકડાયેલા ૧૪ ને જામીન…

એમ લાગે છે કે આ રૂટને પ્રવાસીઓનો રિસ્પોન્સ નથી મળી રહ્યો. જોકે, લોકો જણાવે છે કે શરૂ શરૂમાં આ અંડર ગ્રાઉન્ડ મેટ્રો સેવાને જોય રાઇડ તરીકે પણ લોકોએ માણી હતી. પણ હકીકત એ છે કે મેટ્રો-3નો આખો રૂટ હજી સુધી સેવામાં નથી અને મેટ્રો સ્ટેશનથી ઇચ્છિત ગંતવ્ય સ્થાને જવાની સુવિધા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button