નવી મુંબઈમાં 75 લાખનું મેફેડ્રોન જપ્ત: બે મહિલા સહિત ચારની ધરપકડ…

થાણે: નવી મુંબઈમાં 75.6 લાખ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને પોલીસે બે મહિલા સહિત ચાર જણની ધરપકડ કરી હતી. એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ની ટીમે મળેલી માહિતીને આધારે શુક્રવારે દિઘા સ્થિત ઇશ્ર્વર નગર વિસ્તારની ઇમારતમાં રેઇડ પાડી હતી.
પોલીસે ત્યાંથી 75.6 લાખ રૂપિયાનું 252.3 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું અને ચાર આરોપીને તાબામાં લીધા હતા. આરોપીઓની ઓળખ ઉષા રોશન નાઇક, શૈલેશ બાસન્ના નાઇક ઉર્ફે પિલ્ુલ, જ્યોતિ નીલેશ નાઇક અને નીલેશ બાસન્ના નાઇક તરીકે થઇ હતી.
આરોપીઓ ઘણા સમયથી નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ વેચતા હતા. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ ડ્રગ્સ ક્યાંથી મેળવતા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.