વાશીમાં ₹ ૧.૦૧ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: યુવકની ધરપકડ | મુંબઈ સમાચાર

વાશીમાં ₹ ૧.૦૧ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: યુવકની ધરપકડ

થાણે: નવી મુંબઈના વાશી વિસ્તારમાં પોલીસે રૂ. ૧.૦૧ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને ૨૯ વર્ષના યુવકની ધરપકડ કરી હતી.

નવી મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મંગળવારે ડ્રગ્સ સાથે પકડી પાડેલા યુવકની ઓળખ શમશુદ્દીન અબ્દુલ કાદર એતિંગલ તરીકે થઇ હતી, જે ગોરેગામનો રહેવાસી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

એએનસીના અધિકારીઓને માહિતી મળી હતી કે વાશી વિસ્તારમાં યુવક મેફેડ્રોન ડ્રગ્સ વેચવા માટે આવવાનો છે. આથી પોલીસની ટીમે મંગળવારે દુકાન નજીક છટકું ગોઠવ્યું હતું અને શમશુદ્દીનને તાબામાં લીધો હતો. શમશુદ્દીનની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી રૂ. ૧.૦૧ કરોડનું ૧,૦૧૧ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. આરોપીએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા આવ્યો હતો, તેની પોલીસ તપાસ કરી રહી છે. (પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button