આમચી મુંબઈ
ફડણવીસ વિશે મીમ્સ: એક્સ યુઝર સામે ગુનો

થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશે કથિત રીતે અપમાનજનક મીમ્સ બનાવવા અને તેને પોસ્ટ કરવા બદલ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ‘એક્સ’ના યુઝર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે થાણે જિલ્લાના ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઇઓ હેઠળ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ અને જાહેર દુષ્ટતા બદલ ગુનો દાખલ કરાયો હતો.
ફરિયાદ અનુસાર એક્સ હેન્ડલ લફષફબવફીડ દ્વારા કથિત રીતે ફડણવીસનો મોર્ફ ફોટોગ્રાફ તૈયાર કરીને 20 જુલાઇથી તેના પર અપમાનજનક મીમ્સ મૂકવામાં આવતા હતા.
ફરિયાદીએ દાવો કર્યો હતો કે પોસ્ટથી લોકોમાં અસંતોષ અને અસલામતી પેદા થઇ છે. પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી છે અને હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)