આમચી મુંબઈ

આજે મુંબઈમાં ત્રણેય લાઈનમાં મેગા બ્લોક

મુંબઈ: મુંબઈ લોકલ એ મુંબઈગરા માટે લાઈફલાઈન છે અને આ લાઈફલાઈનને મેઈન્ટેઈન કરવા માટે રેલવે દ્વારા બ્લોક હાથ ધરવામાં આવે છે અને દિવાળીના વેકેશનને કારણે જો તમે પણ મુંબઈદર્શન કરવા માટે નીકળવાના હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ કે આવતીકાલે રેલવે દ્વારા બ્લોક હાથ ધરવામાં આવશે.
મધ્ય રેલવે પર સવારે ૧૧થી બપોરે ૪ વાગ્યા સુધી સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેન ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર ઊભી રહેશે.
હાર્બર લાઈન પર સીએસએમટી-ચુનાભટ્ટી, બાંદ્રા વચ્ચે સવારે ૧૧.૪૦ કલાકે બપોરે ૪.૪૦ કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. સીએસએમટી-વડાલાથી રવાના થનારી વાશી-બેલાપુર-પનવેલ માટે રવાના થનારી લોકલ રદ્દ રહેશે અને પનવેલ-બેલાપુર-વાશીથી સીએસએમટી માટે રવાના થનારી લોકલ ટ્રેન રદ રહેશે.
બ્લોકના સમયગાળા દરમિયાન પનવેલ-કુર્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ઉપરાંત હાર્બર લાઈન પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી મેન લાઈન અને હાર્બર લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button