પશ્ચિમ રેલવેમાં કાંદિવલી-બોરીવલી વિભાગમાં છઠ્ઠી લાઇનના કામને લઈને મેગા બ્લોક

મુંબઈઃ કાંદિવલી અને બોરીવલી સેક્શન વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવેના નિર્ધારિત 20/21 ડિસેમ્બર, 2025ની રાતથી 18 જાન્યુઆરી, 2026 સુધી 30 દિવસનો બ્લોક ચાલી રહ્યો છે, ત્યારે આ બ્લોકને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે. આ બ્લોક અન્વયે વધુ બે નાઈટ બ્લોકને કારણે પશ્ચિમ રેલવેમાં 220થી વધુ લોકલ રદ રહેશે.
રેલવેની અખબારી યાદી અનુસાર,ઉપરોક્ત કાર્યના સંદર્ભમાં 16/17 અને 17/18 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે બોરીવલી અને મલાડ વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર રાતના 11.15 કલાકથી સવારના 3:15 કલાક સુધી અને ડાઉન ફાસ્ટ લાઇન પર રાતના 01:00 કલાકથી સવારના 04:30 કલાક સુધી મેગાબ્લોક લેવામાં આવશે.
રદ કરાયેલી ઉપનગરીય ટ્રેનોની સંક્ષિપ્ત વિગતો
તારીખ અપ ટ્રેનો ડાઉન ટ્રેનો કુલ
17 જાન્યુઆરી, 2026 60 60 120
18 જાન્યુઆરી, 2026 60 60 120
ઉપરોક્ત બ્લોક અને 5મી લાઇનના સસ્પેન્શન અને લાદવામાં આવેલા ગતિ નિયંત્રણોને કારણે, કેટલીક ઉપનગરીય સેવાઓ રદ રહેશે. આ અંગેની વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર પાસે ઉપલબ્ધ છે. મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરવાની વિનંતી કરવામાં આવી છે. બ્લોકથી પ્રભાવિત ઉપનગરીય ટ્રેનોની વિગતવાર યાદી પરિશિષ્ટ I અને IIમાં આપવામાં આવી છે.



