36 કલાકનો બ્લોક અને 160 થી વધુ લોકલ રદ્દ રહેશે, જાણો મહાબ્લોકની જાણકારી...

36 કલાકનો બ્લોક અને 160 થી વધુ લોકલ રદ્દ રહેશે, જાણો મહાબ્લોકની જાણકારી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
રેલવે ટ્રેક અને મેન્ટેનન્સ માટે સિગ્નલિંગ યંત્રણા માટે રેલવે પ્રશાસન દ્વારા નિયમિત બ્લોક લેવામાં આવે છે, પરંતુ આવતીકાલના રાતના પશ્ચિમ રેલવેમાં 36 કલાકનો મેજર ડે એન્ડ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે, જેથી ટ્રેનમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને હાલાકી પડી શકે છે.

પશ્ચિમ રેલવેમાં કાંદિવલી યાર્ડ ખાતે એલિવેટેડ બુકિંગ ઓફિસને તોડવા માટે આવતીકાલે શનિવારના બપોરે એક વાગ્યાથી રવિવાર/સોમવારની મધ્યરાત (એટલે કે 1/2 જૂન, 2025)ના રાતના 01:00 વાગ્યા સુધી પાંચમી લાઇન અને યાર્ડ લાઇન પર 36 કલાકનો મોટો બ્લોક લેવામાં આવશે, જેથી લાંબા અંતરની અને લોકલ ટ્રેનની સર્વિસ પર અસર પડશે.

બ્લોક દરમ્યાન પશ્ચિમ રેલવે પર અપ અને ડાઉન લાઈન પર લગભગ 162 લોકલ ટ્રેન રદ્દ રહેશે, જેમાં સ્લો અને ફાસ્ટ કોરિડોરની ટ્રેનનો સમાવેશ થશે. ઉપરાંત, અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ફાસ્ટ કોરિડોરમાં પર વાળવામાં આવશે. બ્લોક દરમ્યાન પ્રવાસીઓને અગવડ પડી શકે છે. આ બાબતની વિસ્તૃત માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર પાસે ઉપલબ્ધ રહેશે.

પશ્ચિમ રેલવેમાં ટૂંકાવવામાં આવેલી/ઉપડતી /આંશિક રીતે રદ કરાયેલી બહારગામની ટ્રેનો

  1. આજની અને 31 મે, 2025ની ટ્રેન નંબર 19418 અમદાવાદ – બોરીવલી એક્સપ્રેસને વસઈ રોડ પર ટુંકાવવામાં આવશે. તેથી, આ ટ્રેન વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  2. 1 જૂન, 2025ના રોજ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન નંબર 19417) વસઈ રોડથી ઉપડશે. તેથી, આ ટ્રેન બોરીવલી અને વસઈ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. 31 મે અને 1 જૂને બોરીવલી-નંદુરબાર એક્સપ્રેસ (ગાડી નંબર 19425) ભાયંદરથી ઉપડશે. તેથી બોરીવલી અને ભાયંદર વચ્ચે રદ રહેશે.
  4. 31 મેના નંદુરબાર-બોરીવલી એક્સપ્રેસ (ગાડી નંબર 19426) વસઈ રોડ સુધી ટુંકાવવામાં આવી છે. તેથી વસઈ અને બોરીવલી દરમ્યાન રદ રહેશે.

સંબંધિત લેખો

Back to top button