આવતીકાલથી માથેરાનની રાણી નેરલ અને માથેરાન વચ્ચે ધબકતી

મુંબઈ: મુંબઈ નજીકના જાણીતા હિલ સ્ટેશન માથેરાનના સમગ્ર સેકશન (નેરલ અને માથેરાન)માં ટોય ટ્રેન ચાલુ કરવામાં આવશે, જેનાથી દિવાળીના તહેવારોમાં પર્યટકો માથેરાન હિલ સ્ટેશનની વધુ મજા માણી શકશે.

ચોમાસાના દિવસોમાં નેરલથી માથેરાન વચ્ચે ટ્રેન (ટોય ટ્રેન યા રાણી) સેવા બંધ કરી હતી, જે ચાર નવેમ્બર એટલે આવતીકાલથી શરૂ કરવામાં આવશે, જેથી પ્રવાસીઓની સંખ્યામાં વધારા સાથે આવકમાં પણ વધારો થશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

100 વર્ષથી જૂની અને નેરો ગેજ હોવાને કારણે ટોય ટ્રેનનું લોકોમાં વિશેષ ઘેલું છે. માથેરાનમાં સામાન્ય રીતે અમનલોજથી માથેરાનની વચ્ચે શટલ સર્વિસ ચાલુ હોય છે પણ 21 km લાંબા કોરીડોરમાં સુરક્ષાને કારણે બંધ કરવામાં આવે છે, જે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. સવારે નેરલથી માથેરાન અને માથેરાન થી નેરલ વચ્ચે દિવસમાં ચાર સર્વિસ હસે, જેમાં બે અપ અને બે ડાઉન લાઈનમાં હશે.

રોજ સવારે 8.50 અને 11.30 વાગ્યે નેરલથી માથેરાન અને માથેરાનથી નેરલ વચ્ચે રોજ બપોરે 2.45 અને ચાર વાગ્યાના સુમારે રહેશે.

ટોય ટ્રેનમાં 6 કોચ હશે, જેમાં ત્રણ સેકન્ડ ક્લાસ, એક વિસ્ટાડોમ અને અન્ય બે કોચ સેકન્ડ કમ માલસામાન સાથેના અનામત રહેશે. આ સર્વિસ શરૂ થવા સાથે અમનલોજ નેરલ અમનલોજના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના હિલ સ્ટેશનમાં માથેરાન ટોય ટ્રેનને કારણે લોકપ્રિય છે, જેમાં કોવિડ મહામારી પછી લોકો હવે આ ટ્રેનમાં મઝા કરવા માટે પણ વિશેષ તો મુસાફરી કરે છે, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.