માતા રમાબાઈ આંબેડકર નગર અને કામરાજ નગર પુનર્વિકાસ યોજના અંતર્ગત પહેલા તબક્કામાં ૪,૩૪૫ ઘરનું નિર્માણનું ભૂમિ પૂજન...
આમચી મુંબઈ

માતા રમાબાઈ આંબેડકર નગર અને કામરાજ નગર પુનર્વિકાસ યોજના અંતર્ગત પહેલા તબક્કામાં ૪,૩૪૫ ઘરનું નિર્માણનું ભૂમિ પૂજન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: માતા રમાબાઈ આંબેડકર નગર અને કામરાજ નગર ઝૂંપડપટ્ટી પુનવર્સન યોજનાનું ભૂમિપૂજન સમારોહ મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજન બાદ માતા રમાબાઈ આંબેડકર નગર અને કામરાજ નગર પુનર્વસન યોજનાના પહેલા તબક્કામાં ૪,૩૪૫ ઘરનું નિર્માણની શરૂઆત થઈ છે.

એ પહેલા અહીંથી લગભગ ૩,૬૦૦ ઝૂંપડાં અહીંથી હટાવી દેવામાં આવ્યા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ૮.૪૬ હેકટર ક્ષેત્રફળની જમીન ૩૦ જૂન, ૨૦૨૫ના હસ્તાંતર કરવામાં આવી હતી. તો સાર્વજનિક નિર્માણ વિભાગની ૭.૧૭ હેકટર જમીન ૧૩ ઓકટોબર, ૨૦૨૫ના આપવામાં આવી હતી.

એમએમઆરડીએ લગભગ ૧૦,૦૦૦ પરિવાર સાથે વ્યક્તિગત ડેેવલપમેન્ટ કરાર કર્યો છે. એસઆરએની મદદથી ૩,૬૬૨ ઝૂંપડાઓ ખાલી કરાવી દેવામાં આવી છે. પહેલા તબક્કાનું ટેન્ડર ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના થયું હતુંં. બુધવારે ભૂમિપૂજન બાત જીઓ ટેક્નિકલ ઈન્વેસ્ટિગેશનનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ ૧૭,૦૦૦ ઝૂંપડાંવાસીઓને આ યોજનાનો લાભ મળવાનો છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button