આમચી મુંબઈ
મરીન લાઈન્સમાં બિલ્ડિંગમાં આગ: કોઈ જાનહાનિ નહીેં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મરીન લાઈન્સમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં ઉપરના માળા પર ગુરુવારે બપોરના અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ મરીન લાઈન્સમાં ચંદનવાડીમાં શ્રીકાંત પાલેકર માર્ગ પર સુધરાઈની સી વોર્ડ ઓફિસ સામે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડીંગ આવેલી છે. ગુરુવારે બપોરના ૨.૪૬ વાગે બિલ્િંડગના પહેલા માળા પર અચાનક આગ ફાટી નીકળી હતી.
આપણ વાચો: યુક્રેને રશિયાના ઓઈલ ટર્મિનલ પર કર્યો મોટો ડ્રોન હુમલો; વિકરાળ આગ ફાટી નીકળી
સવાક કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે મોડે સુધી કુલિંગ ઓપેરશન ચાલ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપસમાં શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.



