આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર 48 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત: આઠ પ્રવાસીની ધરપકડ

મુંબઈ: કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પર 48 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરી આઠ પ્રવાસીની ધરપકડ કરી હતી.

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ 18થી 22 ડિસેમ્બર દરમિયાન ઑપરેશન હાથ ધરીને ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.

બેંગકોક (થાઇલેન્ડ) અને મસ્કત (ઓમાન)થી ફ્લાઇટમાં આવેલા પ્રવાસીઓના સામાનની ઝડતી લેવામાં આવતાં ગાંજો મળી આવ્યો હતો, જે શેમ્પુની બોટલો અને સ્નેક્સના બોક્સમાં છુપવવામાં આવ્યો હતો.

બેંગકોકથી આવેલા પાંચ પ્રવાસી પાસેથી 35 કરોડ રૂપિયાનો 35.045 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
અન્ય કેસમાં 18 ડિસેમ્બરે મસ્કતથી આવેલા પ્રવાસીને 16.2 લાખના એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે બે કેસમાં બેંગકોકથી આવેલા પ્રવાસીઓ પાસેથી 13 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરાયો હતો. તમામ પ્રવાસીઓને ધરપકડ કરાઇ હતી.

ઑપરેશન દરમિયાન કસ્ટમ્સની ટીમે 35.18 લાખ રૂપિયાના હીરાજડિત દાગીના તથા 24.19 લાખ રૂપિયાના હીરા જપ્ત કર્યા હતા. દરમિયાન 22 ડિસેમ્બરે ફુજૈરાથી આવેલા પ્રવાસીઓ પાસેથી 45.26 લાખનું વિદેશી ચલણ મળી આવ્યું હતું. (પીટીઆઇ)

આ પણ વાંચો…બેન્ગકોકથી આવેલા 11 પ્રવાસીની ધરપકડ: 33 કરોડનો ગાંજો જપ્ત

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button