આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ વકર્યો, સુશિલ કેડિયાએ રાજ ઠાકરેને પડકાર ફેંક્યો

મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના વિવાદે એક મોટા રાજકીય અને સાંસ્કૃતિક વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં હવે કેડિયાનોમિક્સના સ્થાપક સુશિલ કેડિયા જેવા રોકાણકારો પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર મરાઠી નહીં શીખે એ વાત લખીને વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો છે.

ઘોર ગેરવર્તણૂકને કારણે મેં પ્રતિજ્ઞા લીધી

જેમાં સુશિલ કેડિયાએ એમએનએસ નેતા રાજ ઠાકરેને ટેગ કરીને એક પોસ્ટમાં લખ્યું, ‘મુંબઈમાં 30 વર્ષ રહ્યા પછી પણ, હું મરાઠી યોગ્ય રીતે નથી જાણતો, અને તમારા ઘોર ગેરવર્તણૂકને કારણે મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી તમારા જેવા લોકોને મરાઠી માનુષીઓની સંભાળ રાખવાનો ડોળ કરવાની મંજૂરી આપી છે ત્યાં સુધી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મરાઠી નહીં શીખું.
સુશિલ કેડિયાનું આ નિવેદન એ વીડિયોના થોડા દિવસો પછી આવ્યું છે જેમાં મીરા રોડ પર એમએનએસ કાર્યકરોના એક જૂથે એક દુકાનદાર પર કથિત રીતે હુમલો કર્યો હતો કારણ કે તેણે મરાઠીમાં બોલવાનો ઇનકાર કર્યો હતો.

એમએનએસ કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો

આ લોકોએ 48 વર્ષીય બાબુલાલ ખીમજી ચૌધરી સાથે ઝઘડો કર્યો હતો કારણ કે તેમના એક કાર્યકર્તાએ તેમને હિન્દીમાં જવાબ આપ્યો હતો. ત્યારબાદ દુકાનદાર સાથે વિવાદ થયો હતો. તેની બાદ એમએનએસ કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. ચૌધરીએ જણાવ્યું હતું કે તેમના કારીગરો અન્ય રાજ્યોના છે અને મરાઠી નથી જાણતા જેના કારણે એક જૂથે તેમના પર હુમલો કર્યો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રાજ્ય મંત્રીએ કહ્યું, મરાઠી તો બોલવી જ પડશે

આ ઘટના પર ઘણી આકરી રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાજ્ય મંત્રી યોગેશ કદમે કહ્યું, ‘મહારાષ્ટ્રમાં તમારે મરાઠી બોલવી પડશે. જો તમને મરાઠી નથી આવડતી તો તમારું વલણ એવું ન હોવું જોઈએ કે તમે મરાઠી નહીં બોલો. જો કોઈ મહારાષ્ટ્રમાં મરાઠીનું અપમાન કરે છે. તો અમે અમારા કાયદા લાગુ કરીશું. જોકે, કદમે હિંસાની નિંદા કરી અને કહ્યું કે તેમણે પોલીસમા ફરિયાદ નોંધાવવી જોઈતી હતી.

આપણ વાંચો:  કાંદિવલીમાં 57મા માળેથી ગુજરાતી અભિનેત્રીના દીકરાની મોતની છલાંગ

7 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી

આ ઘટનાની ફરિયાદ બાદ હુમલામાં સામેલ 7 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. મનસેના એક પદાધિકારીએ આ વિવાદનો બચાવ કરતા દુકાનદારના વલણને ગેરવાજબી ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે જ્યારે આ ઘટના બની ત્યારે આ લોકો રાજ્ય સરકાર દ્વારા ભાષા નીતિ પ્રસ્તાવ પાછો ખેંચવાની ઉજવણી દરમિયાન પાણી ખરીદવા ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button