મરાઠા સમાજના 21 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ: વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું થશે સાકાર
મુંબઇ: મરાઠા સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ મંજૂર કરવાનો નિર્ણય પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 21 વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ ગાયક્વાડ સારથી શિષ્યવૃત્તિ હેઠળ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદ કરવામાં આવશે.
આ સ્કોલરશીપ કેટલીક શરતોના આધારે આપવમાં આવશે. આ યોજના 2023-2024 શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક શૈક્ષણિક વર્ષમાં અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને પી.એચ.ડી અભ્યાસક્રમ માટે અનુક્રમે 50 અને 25 એમ કુલમળીને 75 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે તેવી જાણકારી રાજ્ય સરકારના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે આપવામાં આવી હતી.
આ અંતર્ગત પી.એચ.ડીમા અભ્યાસ માટે પ્રીતી શિંદેની દક્ષિણ કોરિયામાં આવેલ યુનિવર્સીટીમાં એન્જિનિયરીંગ માટે, પલ્લવી અરુણ મોહનાપુરે આ વિદ્યાર્થીનીની બેલ્જિયમની યુનિવર્સિટીમાં એગ્રીકરલ્ચરલ સાયન્સ માટે જ્યારે પ્રથમેશ પાટીલ આ વિદ્યાર્થીની ઓસ્ટ્રીયાની યુનિવર્સીટીમાં મટિરીયલ સાયન્સમાં પી.એચ.ડી.ના અભ્યાસ માટે વિદેશી શિષ્યવૃત્તી માટે પસંદગી કરવામાં આવી છે. અનુસ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં માટે 18 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપાવમાં આવી છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં મરાઠા સમાજના છોકરાઓ માટે 100 અને છોકરીઓ માટે 100 રેસિડેન્શિયલ હોસ્ટેલ વહેલી તકે શરુ કરવાની તજવીજ હાથ ધરવાની સૂચના પ્લાનિંદ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ જિલ્લા અધિકારીઓને કરવામાં આવે તથા પ્રશાસન દ્વારા લેવામાં આવેલ નિર્ણયનો વહેલી કરે અમલ થાય એવી સૂચના હાયર એન્ડ ટેન્કિનકલ એજ્યુકેશન મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલે અધિકારીઓને આપી હતી.
મરાઠા અનામત અને સુવિધાઓ માટે સ્થાપીત કરવામાં આવેલ પ્રાધન મંડળ ઉપસમિતીની બેઠક સોમાવરે ચંદ્રકાંત પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. તે વખતે તેમણે આ સૂચનાઓ આપી હતી.