આમચી મુંબઈ
મરાઠા અનામત: આજે વિધાનસભાનું વિશેષ સત્ર
મુંબઈ: મરાઠા સમાજને કુણબી જાતિપત્ર આપીને તેમને ઓબીસી અંતર્ગત અનામત આપવા બાબતે મહારાષ્ટ્ર વિધાનસભાનું આજે મંગળવારે વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું છે. આ અધિવેશનમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના ઉપર બધાની નજર છે.
મરાઠા આંદોલનનું નેતૃત્વ કરનારા ચળવળકાર મનોજ જરાંગેને અનશન પર ઉતર્યાને આજે અગિયાર દિવસ થશે, ત્યારે વિશેષ સત્રમાં લેવામાં નિર્ણય બાદ તેમની ભૂખ હડતાળ શરૂ રહેશે કે પછી તે પારણા કરશે તે જણાશે.
બીજી બાજુ રાજ ઠાકરેએ આ અંગે કહ્યું છે કે અનામત આપવાનો વિષય રાજ્ય સરકાર નહીં, પરંતુ કેન્દ્ર સરકારનો છે અને વિશેષ સત્ર બોલાવવાથી કંઇપણ હાથ લાગશે નહીં. જ્યારે જરાંગેએ જ્યાં સુધી મરાઠા અનામતનો કાયદો અમલમાં ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું નિવેદન આપ્યું હતું.