આમચી મુંબઈ

જાલનામાં આજે મનોજ જરાંગેની જંગી સભા: 100 એકર જમીન. 80 એકર પર પાર્કીંગ, 5 લાખ લિટર પાણી, 600 ડોક્ટર્સ અને નર્સ


જાલના: જાલનાના સારટી અંતરવલીમાં આજે એટલે કે 14મી ઓક્ટોબર 2023ના રોજ મનોજ જરાંગેની જંગી સભા યોજાનાર છે. ઓબીસી શ્રેણીમાંથી મરાઠા સમાજને અનામત આપવાની માંગણી મનોજ જરાંગેએ કરી છે. એ માટે જરાંગેએ સરકારને આપેલી મુદત પણ આવતા દસ દિવસમાં પૂરી થવાની છે. તે પહેલાં જ અંતરવલી સરાટીમાં મનોજ જરાંગેની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સભા માટે સંપૂર્ણ તૈયારીઓ થઇ ગઇ છે. લગભગ 100 એકર જગ્યા પર આ સભા યોજાનાર છે.

મરાઠા સમાજને કુણબીનું પ્રમાણપત્ર આપવાની માંગણી માટે અંતરવાલી સરાટી ગામમાં ભૂખ હડતાલ કરનાર મનોજ જરાંગેએ સરકારને 40 દિવસનો સમય આપ્યો છે. ત્યારે 14મી ઓક્ટોબરે સરકારને આપવામાં આવેલ મુદતના 30 દિવસ પૂર્ણ થયા છે. તેથી આ નિમિત્તે અંતરવાલી સરાટી ગામમાં 14મી ઓક્ટોબરના રોજ સભા આયોજિત કરવામાં આવી છે. જોકે તે પહેલાં મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર પ્રવાસ કર્યો હતો. જ્યારે આ સભા માટે જંગી તૈયારીઓ પણ કરવામાં આવી છે.


આ સભા 100 એકરના ગ્રાઉન્ડ પર યોજાનાર છે. ત્યારે તેના માટે 80 એકર પર પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ સભા માટે 10 હજાર સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહેશે. ફાયર બ્રિગેડની દસ ગાડીઓ સભાસ્થળે ઉપસ્થિત રહેશે. 110 એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 35 કાર્ડીયાક એમ્બ્યુલન્સ હશે. ઉપરાંત 40 બેડ, 300 ડોક્ટર્સ, 300 નર્સીંગ સ્ટાફ હશે. 12000 લિટરના 50 પાણીના ટેન્કર પણ મેદાનમાં હશે. 5 લાખ પાણીની બોટલ્સ, 1000 લાઉડ સ્પીકર, 20 એલઇડી સ્ક્રીન પણ રાખવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button