..તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈ આવશે: જરાંગે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેએ સોમવારે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે જો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મરાઠા સમુદાયની ક્વોટા સંબંધિત માંગણીઓ નહીં સ્વીકારે તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈમાં આવશે.
મહાનગરના દક્ષિણ ભાગમાં આઝાદ મેદાન ખાતે સમુદાય માટે ક્વોટા માટેનું આંદોલન ચોથા દિવસે પ્રવેશ્યું હતું, જરાંગેએ ફડણવીસ પર આ મુદ્દા પર નિર્ણય લેવામાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આપણ વાંચો: ‘હું સોમવારથી પાણી પીવાનું પણ બંધ કરીશ’: મનોજ જરાંગે – પાટીલે સરકારને ચેતવણી આપી
‘મરાઠા સમુદાયને અનામત આપવાનો નિર્ણય લેવો ખૂબ જ સરળ છે. રાજ્ય સરકારે ફક્ત એટલું જ કહેવું પડશે કે તે હૈદરાબાદ, સાતારા અને અન્ય ગેઝેટિયર્સ લાગુ કરી રહી છે અને મરાઠાવાડાના તમામ મરાઠાઓને કુણબી જાહેર કરી રહી છે. આવા પ્રમાણપત્રોનું વિતરણ જિલ્લા કલેક્ટર અને તહસીલદાર દ્વારા કરી શકાય છે,’ એવો દાવો જરાંગેએ સોમવારે કર્યો હતો.
‘મરાઠાઓ મુંબઈ આવવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. જો ફડણવીસ માંગણીઓ નહીં સ્વીકારે તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈ આવશે,’ એમ તેણે કહ્યું હતું.
આપણ વાંચો: મનોજ જરાંગે પાટીલને સમર્થન આપનારા ત્રણ પક્ષના વિધાનસભ્યો ક્યા?
આંદોલનને કારણે નાગરિકોને અગવડ
મરાઠા અનામતની માગણી માટે મુંબઈ આવેલા મરાઠા સમુદાયના સભ્યો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને દક્ષિણ મુંબઈના અન્ય વિસ્તારોમાં એકઠા થયા છે, જેને કારણે ટ્રાફિક જૅમ અને મુસાફરોને અગવડ પડી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે સીએસએમટી વિસ્તાર તરફ જતો ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો, જ્યારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે પણ સીએસએમટી તરફ જતા તમામ રૂટ પર બસો સ્થગિત, ડાયવર્ટ અથવા ઘટાડી દીધી હતી.