આમચી મુંબઈ

મરાઠા અનામત આંદોલન વધુ ઉગ્ર બન્યું: મરાઠવાડામાં ૧૨ બસની તોડફોડ

છત્રપતિ સંભાજીનગર: રાજ્યમાં મરાઠા અનામત આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. અનામતના મુદ્દે મરાઠા સમાજ આક્રમક બન્યો છે. નાના નાના ગામડાઓમાં પણ અનામત માટે આંદોલન થઈ થયું છે. તો કેટલીક જગ્યાએ આ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું છે. મરાઠવાડામાં મરાઠા અનામતની માંગણી માટે અલગ અલગ જિલ્લામાં 12 બસમાં તોડફોડ કરવામાં આવી છે. જ્યારે જલાનામાં મહિલા તહેસીલદારની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી છે. જ્યારે બિડના આશ્ટીમાં તહેસીલદારની ગાડી અજાણ્યા લોકોએ બાળી હતી.

મરાઠા અનામત માટે ધરાશિવ જિલ્લામાં પણ મરાઠા સમાજ આક્રમક થયો છે. દરમિયાન ધારશિવ જિલ્લામાં 6 પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. ધારાશિવ થી લાતુર જઈ રહેલી બસ પર રવિવારે બપોરે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ધરાશીવ થી ઔસા જઈ રેહલ બસ પર સાંજા ગમ પાસે, વાલવડની બસ પર વાલવડ ગામમાં, કોલ્હેવાડીના નીલંગા- પુણે બસ પર તથા યેળશીમાં ધારાશિવ- કલંબ બસ પર પથ્થરમારો થયો હતો.

ધારાશિવની જેમજ જાલના જિલ્લામાં પણ ST બસ પર પથ્થરમારો થયો હતો. આજ કારણોથી બસના લગભગ 26 ફેરા રદ કરવામાં આવ્યા હતા.


જાલના જિલ્લાના રામનગરમાં તહેસિલદારની ગાડીની તોડફોડ કરવામાં આવી હતી. અહી સરકાર તરફથી તહેસિલદારે આંદોલન કરનારાઓને વાતચીત કરવા બોલાવ્યા હતા જ્યાં આંદોલન કરનારાઓએ તહેસિલદારની ગાડી રોકીને તોડફોડ મચાવી હતી. જ્યારે બીજી ઘટનામાં બિડ જિલ્લાના આશ્ટિતમાં તહેસિલદારની
ગાડીમાં આગ ચાંપવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?