આમચી મુંબઈ

મરાઠા આરક્ષણ મુદ્દો: ૮મી ડિસેમ્બરે ઠરાવ રજૂ કરાશે

ફોર્મ્યુલા નક્કી કરવા માટે સરકાર પાસે એક મહિનાનો સમય

નાગપુર: ઉપરાજધાનીમાં થનારા શિયાળા સત્રના બીજા દિવસે ૮મી ડિસેમ્બરે મરાઠા આરક્ષણ અંગે સર્વપક્ષીય ઠરાવ રજૂ કરવાની તૈયારી સરકારે દર્શાવી હોવાથી ખરી ફોર્મ્યુલા અહીં જાહેર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. આને કારણે હવે સરકાર કયો માર્ગ કાઢશે, એ માટે આખા દેશનું ધ્યાન હવે નાગપુરમાં લાગ્યું છે.

મરાઠા આરક્ષણ માટે મનોજ જરાંગેએ જાલના જિલ્લામાં આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા. તેમના આંદોલનનો આ બીજો તબક્કો હતો. ઉપવાસના સમર્થનમાં નાગપુર સહિત રાજ્યનાં અનેક ઠેકાણે આંદોલન છેડવામાં આવ્યું હતું. અનેક વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂ બહાર થઇ ગઇ હતી. આરક્ષણના મુદ્દા પર સરકારે વિશેષ અધિવેશન બોલાવવું, એવી ભૂમિકા કોંગ્રેસ સહિત વિરોધી પક્ષના નેતાઓ હાથ ધરી હતી. બે દિવસ પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મુંબઈમાં સર્વપક્ષીય બેઠક થઇ હતી. બીજી બાજુ આંદોલનકારીઓએ ઉપવાસ પાછા ખેંચવા એ માટેના પ્રયાસ ચાલી રહ્યા હતા. જોકે સરકારના પ્રયાસને ગુરુવારે સાંજે સફળતા મળી હતી.

મનોજ જરાંગેએ ઉપવાસ હાથ ધરતાં સરકારને બે મહિનાની એટલે કે આગામી બીજી જાન્યુઆરી સુધીની મુદત આપી હતી. આ સમયે પ્રધાન ધનંજય મુંડેએ ૮મી ડિસેમ્બરે અધિવેશનમાં ઠરાવ રજૂ કરવા માટેનું આશ્ર્વાસન આપ્યું છે.

આરક્ષણની મર્યાદા ૫૦ ટકા છે. ઓબીસીમાંથી કે પછી કુણબી પ્રમાણપત્ર સીધું આપવું ન જોઇએ, એવી ભૂમિકા ઓબીસીનાં વિવિધ સંગઠનો તેમ જ તમામ શાખાની કુણબી એક્શન કમિટીએ હાથ ધરી હતી. આ માટે નાગપુર, ચંદ્રપુર સહિત અન્ય શહેરમાં ઉપવાસ કરવામાં આવ્યા હતા. સરકારે ઓબીસીને અન્યાય થવા નહીં દઇએ એવું આશ્ર્વાસન આપ્યા બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું.

એ પાર્શ્ર્વભૂમિ પર નાગપુરમાં ૭મી ડિસેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થવાનું છે. સત્રના બીજે દિવસે એટલે કે શુક્રવારે ઠરાવ રજૂ કરવામાં આવશે. આરક્ષણમાં આવતી વિવિધ અડચણોને ધ્યાનમાં લઇને ઠરાવમાં કઇ ફોર્મ્યુલા રહેશે, તેની ઉત્સુકતા માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં, પણ સામાજિક ચળવળના કાર્યકર્તાઓને પણ છે. સરકાર પાસે એક મહિનો છે. આ એક મહિનામાં કાયદેસર અને ટેક્નિકલ બાબતોને તપાસીને કામ શરૂ કરવામાં આવશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત