આમચી મુંબઈ

મરાઠા આરક્ષણ: આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મુંબઈ: મરાઠા સમાજને આરક્ષણ આપવા સંદર્ભે રાજ્ય સરકાર તેમજ અન્યોએ સાદર કરેલી ક્યુરેટિવ પિટિશન (ન્યાય મેળવવાનો અંતિમ ઉપાય) પર બુધવારે (આજે) સર્વોચ્ચ અદાલતમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારે મરાઠા સમાજને સ્વતંત્ર કેડર (સંવર્ગ) બનાવી આરક્ષણની ૫૦ ટકાની મર્યાદા ઓળંગી આપેલું આરક્ષણ કાયદેસર છે કે નહીં એ મુદ્દા પર પાંચ સભ્યોની ખંડપીઠ ફરી વિચાર કરશે.

સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે ૫ મે ૨૦૨૧ના દિવસે મરાઠા આરક્ષણ રદ કર્યું હતું. મરાઠા સમાજ પછાત છે એવું જણાવી આરક્ષણની સિફારીશ કરનારા ન્યાયમૂર્તિ એમ. જે. ગાયકવાડનો અહેવાલ સુપ્રીમ કોર્ટે માન્ય નહોતો રાખ્યો.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ઇન્દ્રા સાહની પ્રકરણમાં સામેલ કરેલી ૫૦ ટકા આરક્ષણની મર્યાદા કોઈ પણ પ્રકારની અસાધારણ કે અપવાદાત્મક પરિસ્થિતિ ન હોવા છતાં મરાઠા આરક્ષણ આપતી વખતે એ મર્યાદા ઓળંગવામાં આવી હોવાથી મરાઠા આરક્ષણની તજવીજ કરનારો રાજ્ય સરકારનો કાયદા ન્યાયાલયે ગેરકાનૂની ઠેરવ્યો હતો. સંસદ બંધારણની કલમ નંબર ૧૦૨માં ફેરફાર કરે એ પછી રાજ્ય સરકારને મરાઠા સમાજને આરક્ષણ આપવાનો અધિકાર નથી એવો નિષ્કર્ષ પણ અદાલત દ્વારા નોંધવામાં આવ્યો હતો. મહત્ત્વના આ ત્રણ મુદ્દા સહિત અન્ય બાબત સંદર્ભે રાજ્ય સરકારે સાદર કરેલી ફેરવિચાર અરજી સુધ્ધાં અદાલતે માન્ય નથી રાખી. જોકે મરાઠા સમાજની આરક્ષણ માગણી ધ્યાનમાં રાખી અંતિમ પ્રયાસ તરીકે સાઇકરે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button