રાજ્ય સરકારે નમતું જોખ્યું: જરાંગે પાટીલની મોટા ભાગની માગણીઓ સ્વીકારાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મનોજ જરાંગેના મરાઠા આંદોલનને મોટી સફળતા મળી છે અને મરાઠા અનામત માટે ગઠિત પેટા સમિતિએ કહ્યું હતું કે તેમને હૈદરાબાદ ગેઝેટની માગણી સ્વીકાર્ય છે. તે મુજબ, પેટા સમિતિએ મનોજ જરાંગેની ગામ, સંબંધીઓ અને કુળના લોકો (વંશાવળી) વગેરેની તપાસ બાદ કુણબી પ્રમાણપત્રો આપવાની માગણી પણ સ્વીકારી હતી.
પેટા સમિતિએ સંમતિ આપી હતી કે સાતારા ગેઝેટની માગણી પર ઝડપથી નિર્ણય લેવામાં આવશે. જરાંગેએ એવી માગણી કરી હતી કે મરાઠા અને કુણબી એક હોય એવો આદેશ બહાર પાડવો. આ અંગેની પ્રક્રિયા જટિલ છે એમ જણાવતાં, પેટા સમિતિએ તેના માટે એકથી બે મહિનાનો સમય આપવાની વિનંતી કરી હતી.
મનોજ જરાંગે મરાઠા અનામત માટે પાંચ માગણીઓ કરી હતી. આ અંગે, મરાઠા સબકમિટી દ્વારા જરાંગેને આઠ દરખાસ્તો આપવામાં આવી હતી. હૈદરાબાદ ગેઝેટ તાત્કાલિક લાગુ કરવામાં આવશે. પેટા સમિતિએ એવું પણ વચન આપ્યું છે કે ડ્રાફ્ટમાં ઉલ્લેખિત બાબતો પર તાત્કાલિક જીઆર જારી કરવામાં આવશે.
પેટા સમિતિએ માગણીઓ સ્વીકાર્યા પછી, જીઆર તાત્કાલિક જારી કરવામાં આવે એમ જણાવતાં મનોજ જરાંગેએ કહ્યું કે જીઆર જારી થયાના એક કલાકમાં મુંબઈ ખાલી કરવામાં આવશે. મરાઠાઓની માગણીઓ સ્વીકારાયાની જાહેરાત બાદ, આંદોલનકારીઓએ ભારે શોરબકોર કર્યો હતો.
આપણ વાંચો: ટીવી એક્ટ્રેસે શેર કર્યો મરાઠા આંદોલનનો ડરામણો અનુભવ, આંદોલકે કારની સામે કરી એવી હરકત કે…
મરાઠા સબકમિટીની ભલામણો શું છે?
- મનોજ જરંગેની માગણી હતી કે હૈદરાબાદ ગેઝેટ તાત્કાલિક લાગુ કરવામાં આવે. સરકારે તેને મંજૂરી આપી છે.
- ગામના કુળના સંબંધીઓની (વંશાવળી) પૂછપરછ કર્યા પછી કુણબી જાતિ પ્રમાણપત્રો આપવામાં આવશે.
- સાતારા ગેઝેટનો અભ્યાસ કરીને ઝડપથી મંજૂરી આપવામાં આવશે. તેમાં કેટલીક ભૂલો છે, તેને એક મહિનાની અંદર મંજૂરી આપવામાં આવશે.
- સપ્ટેમ્બરના અંત સુધીમાં મરાઠા આંદોલનકારીઓ સામેના અગાઉના કેસો પાછા ખેંચી લેવામાં આવશે.
- આંદોલન દરમિયાન જીવ ગુમાવનારાના વારસોને શૈક્ષણિક લાયકાત અનુસાર સરકારી નોકરીઓ આપવામાં આવશે.
મરાઠા અનામત આંદોલનમાં મૃત્યુ પામનારાના વારસદારોને 15 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. સહાય એક અઠવાડિયામાં તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
મરાઠા અને કુણબી એકના જીઆર માટે સમય માગ્યો
મરાઠા સબકમિટીએ વચન આપ્યું હતું કે જો મનોજ જરાંગે આ માગણીઓ સ્વીકારે છે, તો તેનો તાત્કાલિક જીઆર બહાર પાડશે અને તેનો અમલ કરશે, પરંતુ મનોજ જરાંગેની મુખ્ય માગણી પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે મરાઠા અને કુણબી એક જ છે. આ પ્રક્રિયા જટિલ હોવાથી, પેટા સમિતિએ તેમને એક કે બે મહિનાનો સમય આપવાની વિનંતી કરી છે.
આપણ વાંચો: દક્ષિણ મુંબઈના હેરિટેજ ઝોન મરાઠા આંદોલનકારીઓનું પિકનિક સ્પોટ
મનોજ જરાંગેની માગણીઓ અને સરકારનો જવાબ
1) હૈદરાબાદ ગેઝેટિયર લાગુ કરો. તેનો અમલ થવો જોઈએ.
સરકારનો જવાબ – પેટા સમિતિએ હૈદરાબાદ ગેઝેટના અમલને મંજૂરી આપી છે. તેનો તાત્કાલિક અમલ થશે. જીઆર જારી કરવામાં આવશે
2) સાતારા ગેઝેટનો જીઆર જારી કરવો –
સરકારનો જવાબ – ઔંઢ અને સાતારા ગેઝેટમાં કેટલીક ભૂલો છે. કાનૂની ભૂલોનો અભ્યાસ કરીને 15 દિવસમાં અમલ કરવામાં આવશે. જીઆર જારી કરવામાં આવશે
3) બધા જ મરાઠા આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચો.
સરકારનો જવાબ – સપ્ટેમ્બરના અંત સુધીમાં બધા કેસ પાછા ખેંચી લેવામાં આવશે, સરકાર નિર્ણય જારી કરશે.
મરાઠા અનામત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 15 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને રાજ્ય પરિવહન બોર્ડમાં નોકરી મળશે. જો બાળકનું શિક્ષણ વધુ હશે, તો સરકારી નોકરીઓ આપવામાં આવશે.
4) કાયદાને અનુરૂપ અનામત આપો.
સરકારનો જવાબ – મરાઠા અનામત અંગે સરકારની સમિતિએ અંતિમ મુસદ્દો તૈયાર કર્યો છે.
5) 58 લાખ કુણબીઓના રેકોર્ડ ગ્રામ પંચાયતમાં સબમિટ કરો જેથી લોકોને ખબર પડે કે રેકોર્ડ મળી ગયા છે. આજે બીજી તારીખ છે, હવે તે પસાર થઈ ગઈ છે, આદેશ જારી કરો, ઘણા પ્રમાણપત્રો માન્યતામાં અટવાયેલા છે, તેના પર નિર્ણય લો
જવાબ – અમને જેટલા પ્રમાણપત્રો મળશે તે તાત્કાલિક આપવાનો નિર્ણય લઈશું. હવે તેમને વધુ માનવસંસાધનો આપવામાં આવ્યા છે, કામ ઝડપથી કરવામાં આવશે
6) મરાઠા કુણબીઓ એક છે. એનો અમલ થવો જોઈએ,
જવાબ – તે જટિલ છે, તેમાં સમય લાગશે, તેમાં 1-2 મહિના લાગશે
7) સગે સોયરે (સંબંધીઓ) અંગે નિર્ણય લો
જવાબ – તેમાં સમય લાગશે, 8 લાખ ખોટા રેકોર્ડ છે, તેના માટે સમય લાગશે
8) જે વ્યક્તિના સગેસોયરેનો રેકોર્ડ મળી આવ્યો છે તેને સગેસોયરે તરીકે માન્યતા આપો
સરકારનો જવાબ – તેઓ ગામના લોકો, સંબંધીઓ, કુળ (વંશાવળ)ની પૂછપરછ કરશે અને સગેસોયરેનું પ્રમાણપત્ર જારી કરશે.