આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં આરક્ષણની આગ ભભૂકી રહી છે, ત્યારે ગૃહ પ્રધાન અન્ય રાજ્યમાં પ્રચારમાં વ્યસ્ત છે

જાણો કોણે કરી આવી ટીકા

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં મરાઠા સમુદાયનું આંદોલન ઉગ્ર બનતું જઇ રહ્યુ છે. અનેક ઠેકાણે આંદોલન હિંસક વળાંક લઇ રહ્યું છે. ધનગર, લિંગાયત, મુસ્લિમ સમુદાય માટે અનામતનો મુદ્દો વિવાદમાં છે. અનામતને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાંથી બહાર જઈ રહી હોવા છતાં ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે અન્ય રાજ્યોમાં પ્રચાર કરવામાં સમય ગાળી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઇને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુળેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરી હતી. તેમણે અજિત પવાર જૂથને પણ ભાજપથી સાવધાન રહેવાની સલાહ આપી હતી.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બારામતીમાં જાહેરાત કરી હતી કે કેબિનેટની પ્રથમ બેઠકમાં ધનગર સમુદાયને અનામત આપવામાં આવશે . આ ઘટનાને પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તમે જાણો છો કે આગળ શું થયું. રાજ્યમાં હાલમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ઉગ્ર બન્યો છે.


મનોજ જરાંગે પાટીલે સરકારને 30 દિવસનો સમય આપ્યો હતો. આ તેમની મહાનતા છે. પરંતુ સરકારે તેમને ગંભીરતાથી લીધા નથી. જેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે. આ માટે ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જવાબદાર છે. સાંસદ સુલેએ માંગણી કરી હતી કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગૃહ પ્રધાનની આ નિષ્ફળતાને સમજીને તાત્કાલિક રાજીનામું આપવું જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button