નવી મુંબઈમાં રોડ રેજની ઘટનામાં મરાઠા આંદોલનકારીઓ પર હુમલો

મુંબઈ: નવી મુંબઈમાં રોડ રેજની ઘટનામાં અજાણ્યા શખસોએ મરાઠા આંદોલનકારીઓ પર હુમલો કર્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પનવેલ વિસ્તારમાં રવિવારે બપોરે આ ઘટના બની હતી અને પોલીસે 10 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.
આપણ વાંચો: રોડ રેજની ઘટનામાં આરોપીના પરિવારના સભ્યોએ કરેલા હુમલામાં યુવકનું મોત…
પોલીસે જણાવ્યું હતું કે આંદોલનકારીઓને લઇને પિક-અપ વેન આવી રહી હતી ત્યારે ડેરાવલી બ્રિજની નજીક તે કાર સાથે અથડાઇ હતી. આને કારણે કાર ડ્રાઇવર અને આંદોલનકારીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી.
ડ્રાઇવરે થોડા સમય બાદ પોતાના સાથીદારોને ત્યાં બોલાવી લીધા હતા, જેમણે આંદોલનકારીઓ પર હુમલો કર્યો હતો અને બાદમાં ત્યાંથી પલાયન થઇ ગયા હતા.
ચંદ્રકાંત થોરંડલરે નામના સમર્થકે આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે 10 લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)