આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maratha Vs OBC: જરાંગે અને છગન ભુજબળ વચ્ચેનું વાકયુદ્ધ હજી શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે આંદોલનનું નેતૃત્વ કરનારા ચળવળકાર મનોજ જરાંગે અને છગન ભુજબળ વચ્ચે આક્ષેપબાજીનો સિલસિલો હજી પણ શરૂ જ છે. સોમવારે જરાંગેએ મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળ પર તે મરાઠા સમાજ અને ઓબીસી સમાજ વચ્ચે તિરાડ ઊભી કરવા માટે ભડકાઉ ભાષાનો ઉપયોગ કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. ફક્ત એટલું જ નહીં, ભુજબળ ઉશ્કેરણીજનક ભાષણ આપે છે તેના કારણે મરાઠા અને ઓબીસી સમાજ બંને સમાજ વચ્ચે અથડામણ થાય અને તોફાનો શરૂ થાય તેવી શક્યતા હોવાનો ગંભીર આરોપ પણ જરાંગેએ મૂક્યો હતો.

જરાંગેએ ભુજબળ પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે જો ભુજબળ રાજ્યમાં રમખાણો થાય તેવું ઇચ્છે છે તો મરાઠા સમાજે પણ ચેતીને રહેવું જોઇએ. છત્રપતિ સંભાજીનગર ખાતે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં પત્રકાર પરિષદને સંબોધતા વખતે જરાંગેએ આ નિવેદન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જરાંગેએ 13 જુલાઇ બાદ મરાઠા અનામતના આંદોલન માટે શું પગલા લેવા તે નક્કી કરશે. તેમણે કહ્યું હતું કે હું એકલો થઇ જતા હવે મરાઠા સમાજ મુશ્કેલીમાં છે, પરંતુ હું વળતી લડત આપીશ અને મરાઠા સમાજને ઓબીસી ક્વોટા હેઠળ અનામત મળે તેની ખાતરી કરીશ.

ઓબીસી સમાજના આગેવાનો દ્વારા અનામતના મુદ્દે ભૂખ હડતાળ કરવામાં આવી અને સરકાર આ મામલે દખલ દે તેવી માગણી કરવામાં આવી હાલમાં જ કરવામાં આવી હતી. જેને પગલે જરાંગેએ ઉક્ત નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો : એનસીબીએ અહમદનગરમાંથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો: ચાર તસ્કરની ધરપકડ

ઉલ્લેખનીય છે કે મરાઠા સમાજે ઓબીસી ક્વોટા અંતર્ગત નોકરી અને શિક્ષણમાં અનામતની માગણી કરતા મહારાષ્ટ્રમાં અનામતનો મુદ્દો સળગી રહ્યો છે અને મરાઠા અનામતનું નેતૃત્વ મનોજ જરાંગે દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમની માગણી છે કે મરાઠા અને તેમના લોહીના સંબંધીઓને કુણબી સર્ટિફિકેટ આપવામાં આવે જેથી તે ઓબીસી ક્વોટા પર પોતાનો દાવો કરી શકે.

જરાંગેએ કહ્યું હતું કે છગન ભુજબળે પુણેમાં ભડકાઉ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તમારી તલવારો તૈયાર રાખો. તેમના નિવેદનથી લાગે છે કે તે રાજ્યમાં રમખાણો થાય તેવું ઇચ્છે છે અને સમાજમાં વૈમનસ્ય ફેલાવવા ઇચ્છે છે. હું મરાઠા સમાજને પણ ચેતીને રહેવાની સલાહ આપું છું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?