આમચી મુંબઈ

મરાઠા આંદોલન મનોજ જરાંગે સામે ગુનો દાખલ

મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન કરનારા મનોજ જરાંગે ઉપરાંત તેમના અન્ય સાથીદારોએ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બે ઠેકાણે રસ્તા અવરોધીને આંદોલન કરવામાં આવ્યું હતું અને તે પણ પરવાનગી વગર. જેને પગલે જરાંગે અને તેમના સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આંદોલન દરમિયાન બંનેમાંથી એકપણ જગ્યાએ જરાંગે હાજર ન હતા, પરંતુ તેમણે લોકોને ઉશ્કેર્યા હોવાના કારણે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હોવાને પગલે જરાંગે વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગેરકાયદે જમાવડો, કાયદાનું પાલન ન કરવું, ખોટી રીતે કાયદો હાથમાં લેવો વગેરે કાયદાઓ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શનિવારે શિરુર ગામના જતનાંદુર ફાટા અને બીડ-અહેમદનગર રોડ ખાતે લોકો ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરીને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જેને પગલે પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

17 દિવસે ઉપવાસ છોડ્યો, પણ આંદોલન શરૂ જ રહેશે
મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન છેડનારા ચળવળકાર મનોજ જરાંગેએ પોતાના 17 દિવસના ઉપવાસનો સોમવારે અંત આણ્યો હતો. જોકે, પોતાનું આંદોલન શરૂ જ રહેશે તેવી ચીમકી પણ જરાંગેએ આપી હતી.
જ્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમાજના લોહીના સંબંધીઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર ન આપે અને તેમને અનામતનો લાભ ન મળે, ત્યાં સુધી પોતાની ચળવળ ચાલુ રહેશે, તેમ જરાંગેએ જણાવ્યું હતું. મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય એ પૂર્વેે મુંબઈ કૂચ કરવાનો નિર્ણય લીધો તેના બીજા જ દિવસે તેમણે પોતાની ભૂખ હડતાળ પૂરી કરવાનો નિર્ણય લીધો હતો.
ગયા અઠવાડિયે જ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને મરાઠા સમાજને દસ ટકા અનામત આપવાનો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જોકે, ખરડો પસાર થયો હોવા છતાં પોતાની માગણીઓ પૂરી ન થઇ હોવાનું જણાવીને જરાંગેએ પોતાનો વિરોધ શરૂ જ રાખ્યો હતો.

રવિવારે તેમણે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપર તેમને મારી નાંખવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાના ગંભીર આરોપો મૂક્યા હતા, જે ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બંને દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા.

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કોર્ટના આદેશની જરૂર નથી: હાઈ કોર્ટ
મુંબઈ: મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે દ્વારા શરૂ કરાયેલા વિરોધ સામે ગુણરત્ન સદાવર્તે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એ એસ ગડકરી અને શ્યામ ચાંડકની ડિવિઝન બેન્ચે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા મહારાષ્ટ્ર સરકાર મૂક પ્રેક્ષક બની શકે નહીં અને પરિસ્થિતિને નિયંત્રિત કરવાની સત્તા ધરાવે છે, તેના માટે કોર્ટના આદેશની જરૂર નથી.
ગયા અઠવાડિયે, જરાંગેના એડવોકેટ વી એમ થોરાતે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે. સોમવારે, સદાવર્તેએ બેંચને જણાવ્યું હતું કે રાજ્યભરમાં ઘણી જગ્યાએ આંદોલન હિંસક બન્યું છે. સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફ અને સરકારી વકીલ હિતેન વેણેગાંવકરે કોર્ટને જણાવ્યું હતું કે હિંસાના બનાવોને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં 267 કેસ નોંધાયા હતા. ત્યારબાદ બેન્ચે ટિપ્પણી કરી હતી કે રાજ્ય પાસે સ્થિતિને નિયંત્રિત કરવાની સત્તા છે.
થોરાતે ખંડપીઠને રજૂઆત કરી હતી કે આ રાજકીય મુદ્દાઓ છે અને તેને કોર્ટમાં ન લાવવા જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની માંગણીઓ પૂરી કરવામાં આવશે તેવી ખાતરી આપ્યા બાદ જરાંગે 26 જાન્યુઆરીએ આંદોલન પાછું ખેંચ્યું હતું. જો કે, માંગણીઓ સંતોષવામાં ન આવતાં, આંદોલનનો બીજો તબક્કો શ થયો છે.
કોર્ટે આ મામલાની વધુ સુનાવણી પાંચમી માર્ચ સુધી મુલતવી રાખી છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો