Assembly Election: વિધાનસભાની કેટલી બેઠકો પર છે મરાઠા સમુદાયનો પ્રભાવ?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે હવે દરેક સમુદાય પર પણ મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યમાં સૌથી વધુ મરાઠા સમુદાયને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યને અત્યાર સુધીમાં કેટલા મુખ્ય પ્રધાન મળ્યા અને કેટલી બેઠકો પર સમુદાયનું પ્રભુત્વ ધરાવે છે એની વાત કરીએ. તાજેતરમાં શરદ પવારે કહ્યું હતું કે ‘હું એક મરાઠા છું અને આ મારા તમામ દસ્તાવેજોમાં છે’.
આ પણ વાંચો : Election: કોંગ્રેસને નવી મુંબઈમાંથી ફટકો, પૂર્વ ડેપ્યુટી મેયર ભાજપમાં જોડાયા
એનસીપીના સ્થાપક શરદ પવારે ગયા વર્ષે નવેમ્બરમાં આ નિવેદન આપ્યું હતું. વાસ્તવમાં મહારાષ્ટ્રનું રાજકારણ મરાઠા સમુદાયની આસપાસ ફરે છે. રાજ્યના ૧૮ મુખ્ય પ્રધાનમાંથી ૧૦ મરાઠા રહ્યા છે, જેમાં વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેનો પણ સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ ક્લાસીસ કમિશનના ફેબ્રુઆરી ૨૦૨૪ના અહેવાલ મુજબ મરાઠાઓ રાજ્યની ૧૩ કરોડની વસ્તીના ઓછામાં ઓછા ૨૮ ટકા હિસ્સો ધરાવે છે અને રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકોમાંથી ૧૫૦થી વધુ અને ૪૮ લોકસભા બેઠકમાંથી ૨૫ બેઠકને અસર કરે છે.
આ પણ વાંચો : Maharashtra Election: વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી?
રાજ્યમાં મરાઠા આરક્ષણ આંદોલન ચર્ચામાં છે. જોકે, મનોજ જરાંગે પાટીલ તેનો ચહેરો છે. સોમવારે તેમણે કહ્યું હતું કે ઘણા વિચાર-વિમર્શ પછી મેં રાજ્યમાં કોઈ ઉમેદવારને ઊભા નહીં કરવાનો નિર્ણય લીધો છે. મરાઠા સમુદાય પોતે નક્કી કરશે કે કોને હરાવવા અને કોને જીતાડવા. હું કોઈ ઉમેદવાર કે રાજકીય પક્ષને સમર્થન આપતો નથી અને ન તો મારો તેમની સાથે કોઈ સંબંધ છે. અમે ૧૪ બેઠક પર ચૂંટણી લડવાના હતા અને ૧૧ બેઠક પર નિર્ણય બાકી હતો. અમે એક જ સમુદાયના મતોથી (મરાઠા) ચૂંટણી જીતી ન શકીએ.
મહારાષ્ટ્રનું રાજકારણ દેશના અન્ય રાજ્યો કરતા અલગ છે. આ વખતે જે રીતે વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી રહી છે તે રીતે બીજે ક્યાંય લડાઈ નથી. મહારાષ્ટ્રમાં બે પક્ષોના ચાર પક્ષોમાં વિભાજન થયા બાદ રાજ્યનું રાજકારણ સાવ અલગ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બે મોટા ગઠબંધન ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો : Maharashtra Election 2024: મેનિફેસ્ટોમાં મહિલા મતદારોની બોલબાલા, MVA પણ લાડલી બહેન જેવી યોજનાની કરી શકે છે જાહેરાત
અહીં શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી જેમાં એક જૂથ એકનાથ શિંદેનું છે અને બીજું જૂથ ઉદ્ધવ ઠાકરેનું છે. એ જ રીતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. આમાં એક જૂથ અજિત પવારનું છે અને બીજું જૂથ શરદ પવારનું છે.
આ ઉપરાંત, ભાજપ મહાયુતિમાં સામેલ છે જ્યારે કોંગ્રેસ મહાવિકાસ અઘાડી હેઠળ ચૂંટણી લડી રહી છે. મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, પરિણામ ૨૩ નવેમ્બરે આવશે. સોમવારે (૪ નવેમ્બર) ઉમેદવારોના નામાંકન પરત ખેંચવાની અંતિમ તારીખ પૂરી થઈ ગઈ છે.
આ પણ વાંચો : જરાંગે પાટીલની પીછેહઠ, બીજા બળવાખોરો શું કરશે? રાજકીય પક્ષોના જીવ ઉચક