આમચી મુંબઈ

ઘણી ખાનગી હૉસ્પિટલે આરોગ્ય વીમાની ‘કેશલેસ’ સુવિધા બંધ કરી

દરદીઓને હવે પહેલા પૈસા ભરી સારવાર કરાવવી પડશે

પુણે: વીમા કંપનીઓની મનમાની અને કડક શરતો લાદી રહી હોવાથી ઘણી ખાનગી હૉસ્પિટલો દ્વારા સ્વાસ્થ્ય વીમાની કેશલેસ સુવિધા બંધ કરવામાં આવી છે. દરમિયાન જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (જીઆઇસી) એ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે હવે દેશની કોઈપણ હૉસ્પિટલમાં ‘કેશલેસ’ સ્વાસ્થ્ય વીમા સુવિધાનો લાભ લઈ શકાશે. બીજી તરફ, હૉસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાએ હૉસ્પિટલોને નવી કેશલેસ સુવિધાઓ ન અપનાવવાની સલાહ આપી છે. જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ઘણી ખાનગી હૉસ્પિટલોએ દર્દીઓને કેશલેસ સુવિધા આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે દર્દીઓએ પહેલા સારવારનો ખર્ચ ઉઠાવવો પડે છે અને પછી વીમા કંપનીઓ પાસેથી વળતર મળે છે. ઘણી હૉસ્પિટલો વીમા કંપનીઓ તરફથી સમયસર પેમેન્ટ ન મળવાની ફરિયાદ પણ કરે છે.
કેશલેસ વીમો ઓફર કરતી વખતે વીમા કંપનીઓ દ્વારા હૉસ્પિટલોને ઓછા દરની ઓફર કરવામાં આવે છે. હૉસ્પિટલો માગ કરી રહી છે કે નવા ટેરિફ નક્કી કરવામાં આવે. જો કે, કંપનીઓએ નવા દરો નક્કી કર્યા ન હોવાથી શહેરની ઘણી મોટી હૉસ્પિટલોએ પહેલી જાન્યુઆરીથી કેશલેસ સુવિધા બંધ કરી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button