આમચી મુંબઈ

મંત્રાલય જનારા વિઝીટર માટે આવ્યા મહત્વના સમાચાર…

મુંબઈ: મંત્રાલયમાં પ્રવેશના નિયમો વધારે સખત બનાવવામાં આવશે અને મુલાકાતીઓએ પ્રવેશ મેળવવા માટે પહેલાંથી નોંધણી કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુલાકાતીઓને એ જ માળ પર પ્રવેશ આપવામાં આવશે જ્યાં તેમનું કામ હશે.

સૌથી મહત્વની વાત એટલે કે હવે મંત્રાલયમાં રૂ. 10,000થી વધુની રોકડ ધરાવતી બેગ લાવી શકાશે નહીં. આ સિવાય રોજના મંત્રાલયમાં આવતા મુલાકાતીઓની સંખ્યા પર પણ નિયંત્રણ લાવવામાં આવશે.


ગૃહ મંત્રાલય દ્વારા ગઈકાલે એટલે કે મંગળવારે મંત્રાલયમાં પ્રવશેવાના અને સુરક્ષા નિયમોની જાહેરાત કરવામાં આવી છે અને આ નવા નિયમોની અમલ બજાવણી એક મહિનામાં જ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રાલયમાં 25 વિભાગો છે અને તેમની પોસ્ટમાં આવતા પત્રો પણ હવે મંત્રાલયના પ્રવેશદ્વાર પર આપવા પડશે.


વાત કરીએ મંત્રાલયમાં પ્રવેશવા માટે પહેલાંથી નોંધણી કરાવવાની તો મુલાકાતીઓએ મોબાઇલ એપ પર સંબંધિત વ્યક્તિની મીટિંગના સમય માટે પહેલાં નોંધણી કરાવવી પડશે. મુલાકાતીઓને તે જ માળ પર પ્રવેશ આપવામાં આવશે જે વિભાગમાં તેમને કામ છે. દરરોજ લગભગ 3500 મુલાકાતીઓ મંત્રાલયમાં આવે છે અને કેબિનેટની બેઠકના દિવસે આ સંખ્યા વધીને 5000 જેટલી થઈ જાય છે.


મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પ્રધાનોની ગાડીઓ મંત્રાલયના મુખ્ય પ્રવેશદ્વારથી અંદર આવશે. જ્યારે સનદી અધિકારીઓની ગાડીઓ સચિવના પ્રવેશદ્વારથી, અને વિધાન સભ્યો અને અન્યો કારચાલકને બગીચાના પ્રવેશદ્વારથી પ્રવેશ આપવામાં આવશે.


આ ઉપરાંત કર્મચારીઓના લંચ બોક્સ સિવાય બહારનું ભોજન મંત્રાલયમાં લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કર્મચારીઓ અને મુલાકાતીઓના નિરીક્ષણ માટે મેટ્રો સબવેમાં એક અલાયદો રૂમ બનાવવામાં આવશે.

સૌથી મહત્વની વાત એટલે કે મંત્રાલયની છત સુધી પહોંચવાના તમામ રસ્તા બંધ કરવામાં આવશે. આ ઉપરાંત, બારી અને બાલ્કનીમાંથી કૂદીને કરવામાં આવતા આત્મહત્યાના બનાવોને રોકવા માટે એક ખાસ પ્રકારની સિસ્ટમ (ઇન્વિઝીબલ સ્ટીલ રોપ) બેસાડવામાં આવશે. ગૃહ મંત્રાલયે દ્વારા બહાર પાડવામાં આવેલા આ આદેશમાં એવું જણાવવામાં આવ્યું છે કે વિધાન સભ્યો અને જનપ્રતિનિધિઓની સાથે આવનાર મુલાકાતીઓએ પણ એન્ટ્રી પાસ હોવો ફરજીયાત છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker