જરાંગેને શનિવારે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

જરાંગેને શનિવારે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ

મુંબઈ: દશ્રિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે મરાઠા અનામત માટે મનોજ જરાંગેને શનિવારે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની મુંબઈ પોલીસે પરવાનગી આપી હતી.

શુક્રવાર સવારથી આમરણ ઉપવાસ શરૂ કરનારા જરાંગેને માત્ર એક દિવસ માટે મેદાનમાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી.

મુંબઈ હાઇ કોર્ટના નિર્દેશ મુજબ પરવાનગી સાંજે છ વાગ્યે સમાપ્ત થઇ ગઇ હતી, પણ આયોજકો દ્વારા સમય વધારી આપવાની માગણી કરવામાં આવી હતી અને આઝાદ મેદાન પોલીસ સ્ટેશને તેમની અરજી મંજૂર કરી હતી.

આપણ વાંચો: મરાઠા સમાજનું આંદોલન કે પર્યટન…

જરાંગેના સમર્થકો મોટી સંખ્યામાં શુક્રવારે દક્ષિણ મુંબઈમાં આવી પહોંચતાં એ વિસ્તારમાં ટ્રાફિક લગભગ ખોરવાઇ ગયો હતો.

જરાંગે તમામ મરાઠાઓને કુલણી તરીકે માન્યતા આપવાની માગણી કરી રહ્યા છે, જેમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણીનો પણ સમાવેશ થાય છે, જેથી તેઓ સરકારી નોકરીઓ તેમ જ શિક્ષિણમાં અનામત માટે પાત્ર બની શકે.
(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button