…એમના મોંમાંથી એક શબ્દ પણ નહીં નીકળે…કેમ આવું કહ્યું જરાંગેએ?
મુંબઈ: મરાઠા અનામત માટે અનશન પર બેઠેલા ચળવળકાર મનોજ જરાંગેએ ફરી એક વખત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે રાજ્યમાં મરાઠાઓ પર અન્યાય શરૂ છે. સરકાર જ આ બધું કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે મરાઠા સમાજના યુવાનો રસ્તા પર ઉતર્યા છે. હું રાજકારણમાં પ્રવેશવાનો નથી એટલે અનશન પર બેઠો છું. મરાઠાઓને ઓબીસી ક્વૉટામાંથી અનામત આપવા માટે દેવેન્દ્ર ફડણવીસ પાસે છેલ્લી તક છે. ત્યાર બાદ તેમના મોંમાંથી અનામત બાબતે એક શબ્દ પણ નહીં નીકળે.
આ પણ વાંચો: ચૂંટણી પહેલા મરાઠા અનામત આંદોલન ફરી વેગ પકડશે! મનોજ જરાંગે આજે ફરી ધરણા શરૂ કરશે
આંતરવાલીના સરાટી ખાતે અનશન પર બેઠેલા જરાંગેએ કહ્યું હતું કે જો મરાઠા સમાજને અનામત ન મળે તો દેવેન્દ્ર ફડણવીસ તેના દોષી ઠરશે. એક કે બે દિવસમાં મરાઠા અનામત વિશે નિર્ણય લેવાય તેવી મને અપેક્ષા છે.
મરાઠા સમાજને અનામત ન મળતું હોવાના કારણે ફડણવીસ જવાબદાર હોવાનો આરોપ જરાંગે અનેક વખત મૂકી ચૂક્યા છે અને તેમણે આ મુદ્દે વારંવાર ફડણવીસને નિશાને લીધા છે.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ માટે આ છેલ્લી તક છે: જરાંગે પાટીલની સીધી ચેતવણી
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા મરાઠા સમાજને અનામત આપવાનો નિર્ણય ભૂતકાળમાં લેવામાં આવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે અમાન્ય રાખીને રદ કર્યો હતો. જરાંગેએ ઓબીસી ક્વૉટામાંથી જ મરાઠા સમાજને અનામત આપવામાં આવે અને કુણબી સર્ટિફિકેટ અપાય એવી માગણીના કારણે આ મામલો વધુ ગૂંંચવાયેલો છે.