આમચી મુંબઈ

કોકાટેની વિધાનસભ્યપદ પર લટકતી તલવાર, હાઈકોર્ટના આદેશની નકલ મળતાં જ સુપ્રીમ કોર્ટમાં દોડી ગયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટમાંથી જામીન મળ્યા છતાં સરકારી આવાસ યોજનામાં ગેરરીતિ આચરવા માટે દોષી સિદ્ધ થયેલા ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ કોકાટેનું પ્રધાનપદ ગયા પછી હવે તેમનું વિધાનસભ્યપદ પણ રદ થવાની શક્યતા નિર્માણ થઈ છે ત્યારે માણિકરાવ કોકાટે સુપ્રીમ કોર્ટમાં ધા નાખે એવી શક્યતા જોવામાં આવી રહી છે.

ખોટું સોગંદનામું રજૂ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટેની સરકારી આવાસ યોજનાનો લાભ લેવાના કેસમાં ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ કોકાટેની પ્રથમ દૃષ્ટિએ સંડોવણી સ્પષ્ટપણે સાબિત થઈ હોવાનું નોંધીને, બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે તેમની સજા પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

જોકે, કોર્ટે તેમની બે વર્ષની જેલની સજા પર સ્ટે આપ્યો હતો અને તેમને કામચલાઉ રાહત આપી હતી. આ અરજી પર સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી તેમને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન પણ આપવામાં આવ્યા છે.બીજી તરફ હાઈકોર્ટના ચુકાદા પછી અરજદારો સુપ્રીમ કોર્ટમાં તેમનું વિધાનસભ્યપદ રદ કરવા માટે જાય એવી શક્યતા જોવાઈ રહી છે. તો માણિકરાવ કોકાટે હવે આ જ વિધાનસભ્યપદ બચાવવા સુપ્રીમ કોર્ટમાં જશે એમ પણ જાણવા મળ્યું છે.

મુંબઈ હાઈકોર્ટના આદેશની નકલ મળતાં જ કોકાટે સુપ્રીમ કોર્ટમાં જશે તેવું જાણવા મળે છે. કોકાટેનો કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે સેશન્સ કોર્ટના ચુકાદા પર સ્ટે મૂકવાની માગણી કરવામાં આવી હતી. કોકાટેને ખોટા દસ્તાવેજોના આધારે સરકારી ફ્લેટનો લાભ લેવા બદલ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હાઇકોર્ટે કોકાટેની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.

બે વર્ષની સજા પર કોઈ સ્ટે ન હોવાથી, કોકાટેનો વિધાનસભ્યનો દરજ્જો અટકી રહ્યો છે. તેથી જ એવું જાણવા મળે છે કે હાઇકોર્ટના આદેશની નકલ મળતાં જ માણિકરાવ કોકાટે સુપ્રીમ કોર્ટમાં જશે. સજા ફક્ત બે વર્ષની હોવાથી, હાઇકોર્ટે સજાના અમલ પર સ્ટે આપીને જ કોકાટેને જામીન આપ્યા છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 (3) મુજબ, જો કોઈ કોર્ટ કોઈપણ ગુના માટે બે વર્ષ કે તેથી વધુ સજા ફટકારે છે, તો વિધાનસભ્યપદ રદ થાય છે.

હાઈકોર્ટે કોકાટેની બે વર્ષની સજા પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હોવાથી, તેમનું વિધાનસભ્યપદ રદ થવાની પ્રબળ શક્યતા છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, આવા કિસ્સાઓમાં વિધાનસભાના અધ્યક્ષ ગેરલાયક ઠેરવે છે. જોકે, કોકાટે હાઈકોર્ટના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો…છેતરપિંડી કેસમાં NCP નેતા માણિકરાવ કોકાટેને હાઈ કોર્ટમાંથી રાહતઃ જામીન મંજૂર

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button