‘ખૂબ જ ઉત્તમ’: કૃષિ પ્રધાનપદેથી હટાવાયા બાદ માણિકરાવ કોકાટેની પહેલી પ્રતિક્રિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સત્ર દરમિયાન, માણિકરાવ કોકાટે તેમના મોબાઇલ પર ઓનલાઈન રમી રમતા હોવાનો એક કથિત વીડિયો વાયરલ થયો હતો. તેમના આ વીડિયો પછી, વિપક્ષે સરકાર પર ટીકાઓનો દોર શરૂ કર્યો હતો.
ત્યારબાદ, માણિકરાવ કોકાટે પાસેથી કૃષિ પદ છીનવી લેવામાં આવ્યું હતું અને દત્તાત્રય ભરણે પાસેથી રમતગમત અને યુવા કલ્યાણ પદની જવાબદારી હવે માણિકરાવ કોકાટેને આપવામાં આવી છે. દત્તાત્રય ભરણેને કૃષિ પ્રધાનપદ સોંપવામાં આવ્યું છે. હવે માણિકરાવ કોકાટેએ આ પોર્ટફોલિયો ફેરબદલ પછી પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
આપણ વાંચો: રાજકીય સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે માણિકરાવ કોકાટેની શનિપૂજા
હું રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મારા નેતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સ્વીકારું છું. મારો માર્ગ આ નિર્ણય મુજબ ચાલુ રહેશે.
બીજી તરફ, દત્તાત્રય ભરણે એક ખેડૂતના પુત્ર છે. તેઓ એક મોટા અને જ્ઞાની ખેડૂત છે, આ વિભાગ તેમને સોંપવામાં આવ્યો છે. તેથી, આ વિભાગ ચોક્કસપણે ન્યાય મેળવશે. જો તેમને તે વિભાગમાં કોઈ મદદની જરૂર હોય અને તેઓ મારી પાસેથી કોઈ મદદ માગશે, તો હું તેમને 100 ટકા મદદ કરીશ, એમ માણીકરાવ કોકાટેએ કહ્યું હતું.
આપણ વાંચો: માણિકરાવ કોકાટે પર અજિત પવારે મૌન તોડ્યું, મોટી કાર્યવાહી કરવાની તૈયારી?
જો દત્તા મામા ભરણે પાસેથી મને આપવામાં આવેલા વિભાગમાં કોઈ મદદની જરૂર હોય, તો હું તેમની સલાહ પણ લઈશ અને ખૂબ સારું કામ કરવાનો પ્રયાસ કરીશ, એમ પણ તેમણે કહ્યું હતું.
કૃષિ વિભાગ પાછો ખેંચવાથી તમે નારાજ નથી, ખરું ને? એવા મીડિયા પ્રતિનિધિઓના સવાલ પર માણિકરાવ કોકાટેએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ નારાજ નથી, અજીબાત (બિલકુલ) નહીં. હું ખૂબ ખુશ છું.