આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઠંડી ગાયબ: કેરી મોડી ખાવા મળશે…

અલીબાગ, સાવંતવાડી : ફેંગલ વાવાઝોડાને કારણે કોંકણ કિનારા પટ્ટી પર વાદળછાયું વાતાવરણ છવાયું અને સિંધુદુર્ગ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ઠંડી ગાયબ થવાથી આંબાના વૃક્ષ પર મોર આવતા વાર લાગશે. આ પરિસ્થિતિના કારણે કેરીના વૃક્ષની વાડીના માલિકો ભયભીત બન્યા છે. આમેય હવામાનમાં થયેલા ફેરફારના કારણે આંબે મોર આવવાની પ્રક્રિયા મોડી શરૂ થઈ હતી.

આ પણ વાંચો : ગૃહ ખાતું તો અમારું જ: શિંદે-સેનાએ જીદ પકડી કાલે ફેંસલો

વરસાદની મોડી શરૂઆત એનું મુખ્ય કારણ હતું. જોકે, નવેમ્બરના અંત સુધીમાં વાતાવરણમાં ઠંડક થઈ જતા આંબે મોર બેસવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું હતું. જોકે ચક્રવાત ફેંગલના કારણે તાપમાનમાં વધારો થયો, ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ અને વાદળછાયા વાતાવરણથી ભેજનું પ્રમાણ વધ્યું હતું. આ એકંદર પરિસ્થિતિને કારણે આંબે મોર આવવાની પ્રક્રિયામાં વિલંબ થશે.

કોંકણમાં ઓક્ટોબર મહિનામાં કેરીના પાકને ઉગાડવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયા લગભગ જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં ચાલુ રહે છે. પ્રથમ તબક્કામાં જાન્યુઆરીના બીજા પખવાડિયામાં કેરીનો પ્રથમ તબક્કો બજારમાં આવે છે. આ કેરી મોંઘા ભાવે વેચાય છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં કેરીનો બીજો તબક્કો બજારમાં આવે છે. કેરીની આવક વધતા ભાવ ઘટવા લાગે છે. ત્રીજો તબક્કો એપ્રિલ મહિનામાં આવે છે. આ કેરી સામાન્ય માણસની પહોંચમાં હોવાથી મહત્વની છે. જોકે, આ વર્ષે મોર આવતા વાર થવાને કારણે કેરી ખાનારાઓએ રાહ જોવી પડશે.

આ પણ વાંચો : કોમેડિયન સુનીલ પાલના અપહરણનાચાર દિવસ પછી એફઆઈઆર નોંધાયો…

રાયગઢ જિલ્લામાં 45 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી 16 હજાર હેક્ટરમાં ઉત્પાદનક્ષમતા છે. એમાં દર વર્ષે 21 હજાર મેટ્રિક ટન કેરી ઉતરે છે, જ્યારે રત્નાગિરી જિલ્લામાં 67 હજાર હેક્ટરમાં કેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાંથી આશરે 80 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. જોકે, જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાથી રખેવાળો ગભરાઈ ગયા છે. વરસાદથી કેરીના પાક પર વિપરીત અસર પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button