આમચી મુંબઈમહારાષ્ટ્ર

પંકજા મુંડે હારશે તો જીવતો નહીં બચે કહેનારા ટ્રક ચાલકે આ શું કર્યું….?

લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપને બહુમતી નથી મળી પણ NDAની ગઠબંધન સરકાર બની છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ , શિવસેના શિંદે જૂથ અને અજિત પવારની NCPવાળી મહાયુતિએ નિરાશાજનક દેખાવ કર્યો છે. પંકજા મુંડે બીડ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા છે. તેમની આ હારથી દુઃખી થઇને એક ટ્રક ચાલકે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બનતા લોકો ચોંકી ગયા છે.

આ ઘટનાની વિગત મુજબ મહારાષ્ટ્રના એક 38 વર્ષીય ટ્રક ડ્રાઈવરે દાવો કર્યો હતો કે જો ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પંકજા મુંડે બીડ લોકસભા બેઠક હારી જાય તો તે જીવિત નહીં બચે. આ ટ્રક ડ્રાઇવરનું શુક્રવારે રાત્રે બસની ટક્કરથી મૃત્યુ થયું હતું. પોલીસને આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા છે. કિંગગાંવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બોરગાંવ પટ્ટી પાસે અહેમદપુર-અંધોરી રોડ પર રાત્રે લગભગ 9 વાગ્યે બની હતી.

તેમણે કહ્યું કે મૃતકની ઓળખ સચિન કોંડિબા મુંડે (38) તરીકે થઈ છે, જે લાતુર જિલ્લાના યસ્તર, અહેમદપુરનો રહેવાસી છે. બસ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માત છે કે આત્મહત્યાનો કેસ છે તે જાણવા માટે હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે,” એમ તેમણે જણાવ્યું હતું. બોરગાંવપટ્ટી ખાતે ‘યલદારવાડી ખાતે નાઈટ હોલ્ટ’ માટે બસ રોકાઈ ત્યારે આ અકસ્માત બન્યો હતો. સચિન બસની પાછળ ઊભો હતો અને જ્યારે બસ રિવર્સ લેવા માંડી ત્યારે તેને ટક્કર મારી હતી.

કિંગગાંવ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર ભાઉસાહેબ ખંડારેએ જણાવ્યું હતું કે તપાસના ભાગરૂપે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ જપ્ત કરવામાં આવી છે. મૃતક અપરિણીત હતો અને તેના માતા-પિતા અને ભાઈ સાથે ગામમાં રહેતો હતો. તેણે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે ‘જો પંકજા મુંડે ચૂંટણી હારી જશે તો તે જીવિત નહીં રહે’. તેણે આ વીડિયો વાયરલ કર્યો હતો.

પંકજા મુંડે બીડ લોકસભા મતવિસ્તારથી કોંગ્રેસના બજરંગ સોનાવણે સામે ખૂબ જ નજીકની હરીફાઈમાં 6,553 મતોથી હારી ગયા છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો બાદ સચિન ઘણો ઉદાસ હતો અને ચૂપચૂપ રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શનિવારે સવારે ગામમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો