થાણેમાં ખાડીમાં ઝંપલાનારો શખસ ગંભીર રીતે ઘવાયો…

થાણે: થાણેમાં મોડી રાતે આત્મહત્યા કરવા માટે બ્રિજ પરથી ખાડીમાં ઝંપલાવનારા 43 વર્ષના શખસને ગંભીર ઇજા પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે મોડી રાતે 2.49 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. શખસની ઓળખ અવિનાશ ગોવિંદ ઉતેકર તરીકે થઇ હોઇ તેણે આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તે જાણી શકાયું નહોતું.
અવિનાશ ઉતેકર વાંગણી વિસ્તારનો રહેવાસી છે અને તેણે કાશેળી બ્રિજ પરથી ખાડીમાં ઝંપલાવ્યું હતું, એમ થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ કહ્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ તથા અગ્નિશમન જળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદતી અવિનાશને બચાવી લીધો હતો.
અવિનાશ ગંભીર રીતે ઘવાયો હોવાથી તેને સારવાર માટે છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર અવિનાશના ચહેરા અને નાક પર ગંભીર ઇજા પહોંચી છે અને તેની સારવાર ચાલી રહી છે. (પીટીઆઇ)