થાણેમાં રિક્ષાચાલક સાથે થયેલા ઝઘડામાં હાર્ટએકેટ આવતાં શખસનું મોત... | મુંબઈ સમાચાર

થાણેમાં રિક્ષાચાલક સાથે થયેલા ઝઘડામાં હાર્ટએકેટ આવતાં શખસનું મોત…

થાણે: થાણેમાં ભાડાના ચુકવણીને મુદ્દે રિક્ષાચાલક સાથે થયેલા ઝઘડામાં હાર્ટએટેક આવતાં 48 વર્ષના શખસનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : થાણેમાં બહેનની નવજાત દીકરીને ત્યજી દેવા બદલ મહિલાની ધરપકડ

ટિટવાલામાં ગુરુવારે રાતના આ ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે રિક્ષાચાલક વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

મૃતકની ઓળખ અંશુમન શાહી તરીકે થઇ હતી, જેણે ટિટવાલા રેલવે સ્ટેશન જવા માટે રિક્ષા પકડી હતી. શાહીએ રિક્ષાચાલકને 50 રૂપિયાની નોટ આપી હતી, જે ફાટેલી હતી.

રિક્ષાચાલક રાજા ભોઇરે બીજી નોટ માગી હતી, જેને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ભોઇરે બાદમાં શાહીની મારપીટ કરી હતી. એ સમયે આ વિસ્તારના રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મધ્યસ્થી કરી હતી, પણ શાહી જમીન પર ફસડાઇ પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો : નવી મુંબઈમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર 3.50 લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયો…

શાહીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.

કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ કદમે જણાવ્યું હતું કે રિક્ષાચાલક સાથે થયેલા ઝઘડા બાદ શાહીને હૃદયરોગનો હુમલો આવતાં તેનું મૃત્યુ થયું હતું.

સંબંધિત લેખો

Back to top button